ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
06 ઓગસ્ટ 2020
ભારતની ધરતી પર 500 વર્ષ બાદ રામ જન્મભૂમિમાં ભવ્યાતિભવ્ય રામમંદિર માટે જગતભરમાંથી દાન નો ધોધ વહી રહ્યો છે. આ સેવા યજ્ઞમાં દેશ-વિદેશમાંથી 1 રૂપિયા થી લઇ 1 કરોડ સુધીની રાશી, નાનામાં નાના માણસથી લઈ તમામ વર્ગના વ્યક્તિઓ દ્વારા આપવામાં આવી છે . આ સદ કાર્યમાં પૂ.મોરારી બાપુના આહવાનથી 18.61 કરોડ એકત્ર થયા છે. ભાવુક થતાં પૂ.બાપુએ કહેલ કે "આ સેવાયજ્ઞમાં આહુતિ આપનાર દરેક વ્યક્તિ મારા માટે સન્માનીય છે અને મહત્વપૂર્ણ છે." આ તમામ રાશી આયોધ્યા ટ્રસ્ટમાં મોકલી આપવામાં આવશે.
પૂ.બાપુએ આ પહેલા પણ સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક ઉત્થાનો માટે રામકથાઓ કરી છે. સુરત ખાતેની કથામાં દેશના વીર સેનાના શહિદો માટે રામકથાનું આયોજન કરી અઢળક રાશી એકત્ર કરી આપી હતી. કિન્નરો માટે, ગણિકાઓ અને તેના પરિવારો માટે પણ રામકથાનું આયોજન કર્યું હતું. ગણિકાઓની દિકરીઓને પોતાની દિકરી માની એક બાપ તરીકે તેમના લગ્નનું પણ આયોજન તલગાજરડા ખાતે કરવામાં આવ્યું હતું…
જોઈએ મોરારીબાપુ ને કયાંથી કેટલું દાન મળ્યું છે….
ભારતમાંથી … 113010000
યુ.કે યુરોપ … 32080000
અમેરિકા કેનેડા … 41010000
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com