News Continuous Bureau | Mumbai
Rajasthan: રાજસ્થાન (Rajasthan) માં ચુંટણી પહેલા ટિકિટ માટે કોંગ્રેસ (Congress) માં હોબાળો ચલી રહ્યો છે. જયપુર (Jaipur) ના આદર્શ નગર વિધાનસભાની સીટ પર ઉમ્મેદવારને લઈને ઓપિનિયન પોલિંગ માટે બોલાવવામાં આવેલી મિટિંગમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ હંગામો મચાવ્યો હતો. વિવાદ એટલા હદે વધી ગયો કે કાર્યકર્તાઓ એક બીજા સાથે મારામારી કરવા લાગ્યા હતા. આ વિવાદ કોંગ્રેસના સુપરવાઈઝર આરાધના મિશ્રા (Aradhana Mishra) અને જિલ્લા પ્રમુખની હાજરીમાં થયો હતો. હંગામા વચ્ચે કેટલાંક કાર્યકરોએ ‘ભારત માતા કી જય’ ના નારા પણ લગાવ્યા હતા. આ નારાઓ વચ્ચે આરાધના મિશ્રાએ કહ્યું જો નારાઓ લગાવવાના જ હોય તો ‘કોંગ્રેસ ઝિન્દાબાદ’ ના નારા લગાવો. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
देश का अपमान करना कांग्रेस की आदत बन चुकी है।
जयपुर में भारत माता के जयकारे लगाने को कांग्रेस पर्यवेक्षक आराधना मिश्रा जी अनुशासनहीनता बता रही है। मैं, मेरा और अहंकार समाहित घमंडिया कांग्रेस का असली चेहरा सामने आ चुका है।#नहीं_सहेगा_राजस्थान
#Rajasthan @JPNadda… pic.twitter.com/U3iwyW7NMb— Diya Kumari (@KumariDiya) September 5, 2023
આ સમાચાર પણ વાંચો : Gautam Gambhir : ગૌતમ ગંભીરે પહેલા દર્શકો સામે કર્યો અશ્લીલ ઈશારો, બાદમાં કરી આ સ્પષ્ટતા. જુઓ વિડીયો
હંગામાના કારણે ઓપિનિયન પોલિંગ રોકવી પડી
હોબાળા વચ્ચે અલગ-અલગ જૂથના નેતાઓના સમર્થનમાં સૂત્રોચ્ચારના કારણે સુપરવાઈઝર આરાધના મિશ્રા ગુસ્સે થઇ ગયા હતા. તેમણે કોઈ ચોક્કસ વ્યક્તિના પક્ષમાં સૂત્રોચ્ચાર ન કરવાની સલાહ આપી હતી અને કાર્યવાહીની પણ ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, ‘કોઈ નારા નહીં લગાવે. જો આ જ રીતે નારા લગાવવામાં આવશે તો તેને અનુશાસનહીનતા ગણવામાં આવશે. કોંગ્રેસની મિટિંગમાં થયેલી મારામારી અને હંગામાના કારણે ઓપિનિયન પોલિંગ રોકવી પડી હતી.
વિવાદ પોલીસ સ્ટેશને પહોંચ્યો
આ મીટીંગમાં કેટલાંક કોંગ્રેસ કાર્યકર્તાઓ ઘાયલ પણ થયા હતા. વિવાદ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આદર્શનગર પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ મિટિંગમાં થયેલ મારામારીને લઈને કેસ નોંધાવવામાં આવ્યો હતો. આ સમગ્ર વિવાદ પાછળનું કારણ આદર્શ નગર વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય રફીક ખાનના સમર્થકો અને વિરોધીઓ વચ્ચેનો વિવાદ માનવામાં આવી રહ્યો છે. આદર્શ નગર બ્લોકના અધ્યક્ષ ગુલામ મુસ્તફા સહિત ચાર સમર્થકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.