Site icon

Gram Panchayat Level Weather Forecasting: હવે ગ્રામ પંચાયતોને 5 દિવસ અને પ્રતિ કલાક હવામાનની આગાહીની મળશે સુવિધા, કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ કરશે ‘આ’ પહેલનો શુભારંભ.

Gram Panchayat Level Weather Forecasting: ગામડાઓ જળવાયુ પરિવર્તન પ્રત્યે સજાગ બનશે. હવે ગ્રામ પંચાયતોને હવામાનની આગાહી ઉપલબ્ધ થશે. ગ્રામ પંચાયતોને 5 દિવસ અને પ્રતિ કલાક હવામાનની આગાહીની સુવિધા મળશે

Rajeev Ranjan Singh to Inaugurate Weather Forecasting at Gram Panchayat Level

Rajeev Ranjan Singh to Inaugurate Weather Forecasting at Gram Panchayat Level

News Continuous Bureau | Mumbai

Gram Panchayat Level Weather Forecasting: પંચાયતી રાજ મંત્રાલય (એમઓપીઆર) ભારતીય હવામાન વિભાગ (આઇએમડી), પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (એમઓઇએસ)ના સહયોગથી, 24 ઓક્ટોબર, 2024ના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે ગ્રામ પંચાયતોને 5 દિવસની દૈનિક હવામાન આગાહી અને કલાકદીઠ પૂર્વાનુમાનની ચકાસણીની સુવિધા પ્રદાન કરવા માટે એક ઐતિહાસિક અને પરિવર્તનકારી પહેલ શરૂ કરવા જઈ રહ્યાં છે – ગ્રામ પંચાયત-સ્તરની હવામાન આગાહી. ગ્રામીણ સમુદાયોને સશક્ત બનાવવા અને ગ્રાઉન્ડ લેવલે આપત્તિની સજ્જતામાં વધારો કરવાના હેતુથી હાથ ધરવામાં આવેલી આ પહેલથી દેશભરના ખેડૂતો અને ગ્રામજનોને સીધો લાભ થશે. સરકારનાં 100 દિવસનાં એજન્ડાનાં ભાગરૂપે આ પહેલ પાયાનાં સ્તરે શાસનને મજબૂત કરે છે અને સ્થાયી કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપે છે, જે ગ્રામીણ વસતિને આબોહવાને વધારે અનુકૂળ બનાવે છે અને પર્યાવરણીય પડકારોનો સામનો કરવા વધારે સજ્જ બનાવે છે. 

Join Our WhatsApp Community

આ પ્રથમ વખત છે જ્યારે સ્થાનિક હવામાનની આગાહીઓ ( Weather Forecast ) ગ્રામ પંચાયત સ્તરે ઉપલબ્ધ થશે, જેને આઇએમડીના ( IMD ) વિસ્તૃત સેન્સર કવરેજ દ્વારા ટેકો આપવામાં આવ્યો છે. આ આગાહીનો પ્રસાર મંત્રાલયના ડિજિટલ પ્લેટફોર્મ ઇ-ગ્રામ સ્વરાજ મારફતે કરવામાં આવશે, જે કાર્યક્ષમ શાસન, પ્રોજેક્ટ ટ્રેકિંગ અને સંસાધન વ્યવસ્થાપનને સક્ષમ બનાવે છે, મેરી પંચાયત એપ્લિકેશન, જે નાગરિકોને સ્થાનિક પ્રતિનિધિઓ સાથે આદાનપ્રદાન કરવાની અને મુદ્દાઓની જાણ કરવાની મંજૂરી આપીને સામુદાયિક જોડાણને પ્રોત્સાહન આપે છે; અને ગ્રામ મંચિત્રા, એક સ્થાનિક આયોજન સાધન છે જે વિકાસ પ્રોજેક્ટ્સ માટે ભૂ-સ્થાનિક સમજ પૂરી પાડે છે.

આ લોકાર્પણ  (Gram Panchayat Level Weather Forecasting )   સમારંભમાં  પંચાયતી રાજ મંત્રી શ્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહ, વિજ્ઞાન અને ટેકનોલોજી તથા પૃથ્વી વિજ્ઞાનના રાજ્ય કક્ષાનાં મંત્રી (સ્વતંત્ર હવાલો)  શ્રી (ડૉ.) જિતેન્દ્ર સિંહ, પંચાયતી રાજનાં રાજ્ય મંત્રી શ્રી પ્રોફેસર એસ. પી. સિંહ બઘેલ, પંચાયતી રાજ મંત્રાલયનાં સચિવ શ્રી વિવેક ભારદ્વાજ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના સચિવ શ્રી દેવેશ ચતુર્વેદી, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ ડો. એમ. રવિચંદ્રન, ભારતીય હવામાન વિભાગના ડીજી ડો. મૃત્યુંજય મહાપાત્રા,   પંચાયતી રાજ મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી આલોક પ્રેમ નગર અને પંચાયતી રાજ, કૃષિ, ગ્રામીણ વિકાસ મંત્રાલય, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (એનડીએમએ), વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી) અને અન્ય મુખ્ય હિતધારકોનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

આ સમાચાર પણ વાંચો :  PM Modi Vladimir Putin: PM મોદીની BRICS સમિટમાં થઇ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત, આ વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની કરી સમીક્ષા.

આ અગ્રણી પહેલનો શુભારંભ કરવા માટે “ગ્રામ પંચાયત ( Gram Panchayat ) સ્તરે હવામાનની આગાહી” વિષય પર એક તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવશે. આ વર્કશોપમાં 200થી વધુ સહભાગીઓ ભાગ લેશે, જેમાં પંચાયતી રાજ સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને રાજ્ય પંચાયતી રાજ અધિકારીઓ સામેલ છે. આ તાલીમ સત્ર પંચાયત પ્રતિનિધિઓ અને અધિકારીઓને જ્ઞાન અને કૌશલ્યોથી સજ્જ કરશે, જેથી તેઓ તળિયાના સ્તરે હવામાનની આગાહી કરતા સાધનો અને સંસાધનોનો અસરકારક રીતે ઉપયોગ કરી શકે, જેથી તેઓ સુમાહિતગાર નિર્ણયો લઈ શકે અને તેમના સમુદાયોમાં આબોહવામાં સ્થિતિસ્થાપકતામાં વધારો કરી શકે.

આ પ્રયાસ સરકારના ( Rajeev Ranjan Singh ) 100 દિવસના એજન્ડાનો મુખ્ય ઘટક છે, જે સ્થાનિક-સ્તરના શાસનને વેગ આપવા અને આબોહવા-સ્થિતિસ્થાપક ગામોની ખેતી તરફની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. જેમ જેમ હવામાનની પેટર્ન વધુને વધુ અણધારી બની રહી છે, તેમ તેમ ગ્રામ પંચાયત સ્તરે હવામાનની આગાહીની રજૂઆત કૃષિ આજીવિકાની સુરક્ષા અને કુદરતી આફતો સામે ગ્રામીણ સજ્જતામાં વધારો કરવા માટે એક મહત્વપૂર્ણ સાધન તરીકે કામ કરશે. ગ્રામ પંચાયતોને તાપમાન, વરસાદ, પવનની ગતિ અને વાદળોના આવરણ વિશે દૈનિક અપડેટ્સ પ્રાપ્ત થશે, જે તેમને ખેતીમાં વાવણી, સિંચાઈ અને લણણીના આયોજન જેવા નિર્ણાયક નિર્ણયો લેવા માટે સશક્ત બનાવશે. આ સાધનો આપત્તિ સજ્જતા અને માળખાગત આયોજનને પણ મજબૂત બનાવશે. તદુપરાંત, ચક્રવાત અને ભારે વરસાદ જેવી આત્યંતિક હવામાનની ઘટનાઓ, જીવન, પાક અને સંપત્તિની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં સુનિશ્ચિત કરવા માટે પંચાયતના પ્રતિનિધિઓને એસએમએસ એલર્ટ મોકલવામાં આવશે. આ પ્રયાસ તળિયાના સ્તરે આબોહવા-સ્થિતિસ્થાપક સમુદાયોના નિર્માણ તરફનું એક પરિવર્તનકારી પગલું છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

cotton prices India: કપાસના ભાવ કંટ્રોલમાં રાખવાની સરકારની રણનીતિ: ખોળમાં સ્ટોકિસ્ટોની લેવાલીથી તેજીની આગેકૂચ
Major Security Alert:દેશને ધણધણાવવાનું કાવતરું ફેલ! રાજસ્થાનમાં ફાર્મ હાઉસની આડમાં છુપાવાયો હતો વિસ્ફોટકોનો પહાડ; સુરક્ષા દળોએ ટાળી મોટી દુર્ઘટના
Republic Day 2026:રિપબ્લિક ડે પર કોણ હશે ‘ચીફ ગેસ્ટ’ તે કેવી રીતે નક્કી થાય છે? જાણો કયા આધારે અપાય છે આમંત્રણ અને કોની પાસે છે ફાઈનલ પાવર’.
Republic Day 2026: કર્તવ્ય પથ પર પીએમ મોદીનો દબદબો: મરૂન સાફામાં સજ્જ થઈ શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ; જુઓ વડાપ્રધાનનો પ્રજાસત્તાક પર્વનો ખાસ લુક
Exit mobile version