News Continuous Bureau | Mumbai
નીતિ આયોગ(NITI Ayog)ના ઉપાધ્યક્ષ(vice chairman) રાજીવ કુમારે(Rajiv Kumar) તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
રાજીવ કુમારની જગ્યાએ હવે અર્થશાસ્ત્રી(Economist) ડૉ. સુમન કે બેરી(Suman K Bery)ને નીતિ આયોગના ઉપાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે.
સુમન કે બેરી આગામી 1 મેથી નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળશે.
તેમને તત્કાળ પ્રભાવથી 30 એપ્રિલ 2022 સુધી નીતિ આયોગના સભ્ય બનાવવામાં આવ્યા છે.
જો કે રાજીવ કુમારના રાજીનામાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
ઉલ્લેખનીય છે કે જાણીતા અર્થશાસ્ત્રી રાજીવ કુમારે ઓગસ્ટ 2017માં નીતિ આયોગના ઉપાધ્યક્ષનો પદભાર સંભાળ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : શિવસેનાના કાર્યકરોના ઉગ્ર પ્રદર્શન બાદ સાંસદ નવનીત રાણાનું એલાન, અમે માતોશ્રી બહાર હનુમાન ચાલીસા કરીને જ રહીશું. પાવરનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. જાણો વિગતે
