કૃષિ કાયદાની સામે ચાલી રહેલા ખેડૂત આંદોલનની અસર આજે રાજ્યસભામાં જોવા મળી છે. વિપક્ષોના હોબાળા વચ્ચે ત્રણ વખત ગૃહની કામગીરી સ્થગિત રખાયા બાદ સમગ્ર દિવસ માટે સ્થગિત રાખવામાં આવી છે.
કોંગ્રેસ સહિત કેટલાક વિપક્ષી દળોએ રાજ્યસભામાં ખેડૂતોના મુદ્દા પર ચર્ચાની માંગ કરી હતી, પરંતુ રાજ્યસભાના ચેરમેને આજે ચર્ચાને લઇને ઇન્કાર કર્યો. ત્યાર બાદ વિપક્ષોએ વોકઆઉટ કરી દીધો.
સૌ પ્રથમ 10.30ના ગૃહને 40 મિનિટ સુધી સ્થગિત રખાયું હતું. ત્યારબાદ ગૃહની કામગીરી શરૂ થતા વિપક્ષે ભારે હંગામો મચાવતા ફરીથી 11.30ના ગૃહને સ્થગિત રખાયું હતું.
