Rajya Sabha: આજે રાજ્યસભાના 264મા સત્રના પ્રારંભ પર રાજ્યસભાના અધ્યક્ષ શ્રી જગદીપ ધનખરની શરૂઆતની ટિપ્પણી

Rajya Sabha: માનનીય સભ્યો, હું રાજ્યસભાના 264માં સત્રના પ્રારંભ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીઓ અને ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પછી આ પ્રથમ સત્ર છે.

by Hiral Meria
Rajya Sabha Chairman Shri Jagdeep Dhankhar’s Opening Remarks at the Opening of the 264th Session of the Rajya Sabha today

News Continuous Bureau | Mumbai

 Rajya Sabha: માનનીય સભ્યો, હું ( Jagdeep Dhankhar ) રાજ્યસભાના 264માં સત્રના પ્રારંભ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીઓ અને ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પછી આ પ્રથમ સત્ર છે. આપણાં મતાધિકારનો ઉપયોગ કરતા, વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતની જનતાએ આપણી લોકતાંત્રિક રાજનીતિ અને આપણા પ્રજાસત્તાકને આધાર આપતા મૂલ્યોમાં તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ ‘લોકશાહીના ઉત્સવ’ની સફળતાપૂર્વક પૂર્ણાહુતિ આપણા બધા માટે ખૂબ જ ગર્વ અને પ્રશંસાની વાત છે. 

હાલના દ્વિવાર્ષિક ચૂંટણીઓ બાદ આ ગૃહનું આંશિક રીતે પુનઃરચના પણ થઈ ગઈ છે. ગૃહના તમામ 61 નવા ચૂંટાયેલા/નોમિનેટ સભ્યોને અભિનંદન. સભ્ય ચોક્કસપણે તેમની ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ કરશે અને લોકોની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવામાં યોગદાન આપશે.

આ સમાચાર પણ વાંચો :  Indian Universities: પીએમએ વૈશ્વિક મંચ પર ભારતીય યુનિવર્સિટીઓની વધતી જતી દૃશ્યતાની પ્રશંસા કરી

આવો આપણે સૌ સાથે મળીને લોકશાહીને ( Indian Democracy )  ખીલવવા માટે કામ કરીએ. આવો આપણે સંવાદ, ચર્ચા, વિચાર-વિમર્શ અને ચર્ચાની તંદુરસ્ત પ્રણાલીમાં યોગદાન આપીએ જે લોકશાહીનો સાર છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Join Our WhatsApp Community

You may also like