News Continuous Bureau | Mumbai
Rajya Sabha Elections: કેન્દ્રીય ચૂંટણી પંચે ( Central Election Commission ) આજે રાજ્યસભાની 56 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. 15 રાજ્યોની આ બેઠકો પર 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. નોંધનીય છે કે 13 રાજ્યોના 50 રાજ્યસભાના ( Rajya Sabha ) ઉમેદવારોની સદસ્યતા 2 એપ્રિલે સમાપ્ત થઈ રહી છે. તો 3જી એપ્રિલે 6 અન્ય બેઠકો ખાલી થશે.
આ રાજ્યોમાં ( States ) ચૂંટણી યોજાશે
આ ચૂંટણી કુલ 13 રાજ્યોમાં યોજાશે. ઉત્તર પ્રદેશમાં 10, મહારાષ્ટ્રમાં 6, બિહારમાં 6, પશ્ચિમ બંગાળમાં 5, મધ્યપ્રદેશમાં 5, ગુજરાતમાં 4, કર્ણાટકમાં 4, આંધ્રપ્રદેશમાં 3, તેલંગાણામાં 3, રાજસ્થાનમાં 3, ઓડિશામાં 3, 3 ઉત્તરાખંડમાં છત્તીસગઢમાં 1, હરિયાણામાં 1 અને હિમાચલ પ્રદેશમાં 1 સીટ પર ચૂંટણી યોજાવાની છે.
રાજ્યસભાની ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યું
રાજ્યસભાની બેઠકો ( Rajya Sabha Seats ) માટે નોટિફિકેશન 8 ફેબ્રુઆરીએ બહાર પાડવામાં આવશે. 15મી ફેબ્રુઆરી સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. 16 ફેબ્રુઆરીના રોજ નામાંકનની ચકાસણી કરવામાં આવશે. 20મી ફેબ્રુઆરી સુધી નામ પરત ખેંચી શકાશે. 27 ફેબ્રુઆરીએ મતદાન થશે. સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. તે જ દિવસે સાંજે 5 વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે. 29મી ફેબ્રુઆરી પહેલા ચૂંટણીની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : INS Sumitra : ભારતીય નૌકાદળની ચાંચિયાઓ સામે મોટી કાર્યવાહી, માછીમારોને બચાવવા માટે મોકલવામાં આવ્યું આ શક્તિશાળી યુદ્ધ જહાજ..
ઉલ્લેખનીય છે કે રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. દર બે વર્ષે એક તૃતીયાંશ સભ્યો નિવૃત્ત થાય છે. રાજ્યસભાના સભ્યો રાજ્યની વિધાનસભાઓ દ્વારા ચૂંટાય છે.
 
			         
			         
                                                        