કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પીએમ નરેન્દ્ર મોદીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.
રાકેશ ટિકૈતે કહ્યું છે કે, પીએમ એક કોલ દૂર હોય તો નંબર આપો, તુરંત કોલ કરીએ. અમારા ફોન પર તો અમને લોકો અપશબ્દ બોલે છે. એવામાં વડાપ્રધાન કોઈ ફોન કોલની વાત કરતા હોય તો અમને નંબર આપો.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ બજેટ પહેલા સર્વપક્ષીય બેઠકમાં કહ્યું હતું કે પોતે ખેડૂતોથી માત્ર એક ફોન કોલ દૂર છે. ખેડૂતો ઈચ્છે ત્યારે વાટાઘાટો થઈ શકે છે.
