News Continuous Bureau | Mumbai
Ram Mandir Ayodhya : શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રામ મંદિરમાં ભગવાન રામની આરતી ( Aarti ) અને દર્શનના સમય વિશે માહિતી આપવામાં આવી છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટે સમય પત્રક બહાર પાડ્યું છે. જેમાં શ્રૃંગાર આરતીથી ( Shringar Aarti ) લઈને શયન આરતી સુધીની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. શ્રૃંગાર આરતી ( Darshan Timings ) સવારે 4:30 કલાકે થશે.
આરતીનું સમય પત્રક
વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંતીય પ્રવક્તા અને મીડિયા પ્રભારી શરદ શર્માના જણાવ્યા અનુસાર, શ્રી રામ લલ્લાની ( Shri Ram Janmabhoomi Teerth Kshetra ) શ્રૃંગાર આરતી સવારે 4.30 વાગ્યે અને મંગળા આરતી સવારે 6.30 વાગ્યે થશે. આ પછી ભક્તો સાત વાગ્યાથી દર્શન કરી શકશે. તેમણે કહ્યું કે ભગવાન રામની ભોગ આરતી બપોરે 12 વાગ્યે થશે. આ પછી સંધ્યા આરતી સાંજે 7.30 કલાકે, ભોગ આરતી રાત્રે 8 કલાકે અને શયન આરતી રાત્રે 10 કલાકે થશે.
આપને જણાવી દઈએ કે રામ લલ્લાના અભિષેક બાદ અયોધ્યામાં ભક્તોનું ઘોડાપૂર આવ્યું છે. ભગવાન રામના દર્શન માટે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. ઉદ્ઘાટન બાદ પહેલા જ દિવસે રામ મંદિર ભક્તોથી ભરાઈ ગયું હતું. ભીડ એટલી વધી ગઈ હતી કે મંદિર મેનેજમેન્ટને તેમને સંભાળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
તમામ જરૂરી વ્યવસ્થા
પ્રાણ પ્રતિષ્ઠા પછીના પહેલા જ દિવસે મંગળવારે પાંચ લાખ ભક્તોએ દર્શન કર્યા હતા. અયોધ્યામાં એકઠી થયેલી ભીડ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ શ્રી રામ જન્મભૂમિ મંદિર પરિસરનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સંતો અને ભક્તો માટે રામલલાના સરળ અને સુવિધાજનક દર્શન માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
આ સમાચાર પણ વાંચો : Shoaib Malik: ગજબ કે’વાય.. ટીમના માલિકે પોતે લગાવ્યો શોએબ મલિક પર ફિક્સિંગનો આરોપ, હવે કર્યા તેના જોરદાર વખાણ.. જુઓ શું કહ્યું.
આ સાથે રામ મંદિરમાં અભિષેક સમારોહ બાદ પ્રથમ દિવસે ભક્તોએ 3.17 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે 10 ડોનેશન કાઉન્ટર ખોલવામાં આવ્યા હતા. 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછી, ભક્તોએ ડોનેશન કાઉન્ટર અને ઓનલાઈન દાનના રૂપમાં રૂ. 3.17 કરોડનું દાન આપ્યું હતું.
2.5 લાખથી વધુ ભક્તોએ મંદિરની મુલાકાત
ઉલેખનીય છે કે 23 જાન્યુઆરીએ પાંચ લાખથી વધુ ભક્તોએ મંદિરની મુલાકાત લીધી હતી, જ્યારે બુધવારે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના બીજા દિવસે રાત્રે 10 વાગ્યા સુધી 2.5 લાખથી વધુ ભક્તોએ મંદિરની મુલાકાત લીધી હતી. દર્શન વ્યવસ્થિત રીતે થાય તે માટે વહીવટીતંત્ર સાથે ચર્ચા કરીને વ્યવસ્થા કરવામાં આવી રહી છે.