Site icon

Ram Mandir Ayodhya : પાઈલટથી લઈને મુસાફરો સુધી લગાવ્યા ‘જય શ્રી રામ’ના નારા.. દિલ્હીથી અયોધ્યા જતી પ્રથમ ફ્લાઈટનો કંઈક આવો હતો નજારો.

Ram Mandir Ayodhya : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. નવા એરપોર્ટ માટે પ્રથમ ઈન્ડિગો ફ્લાઈટે શનિવારે બપોરે દિલ્હીથી ઉડાન ભરી હતી. ઈન્ડિગોના પાઈલટ આશુતોષ શેખરે ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરોનું સ્વાગત કર્યું.

Ram Mandir Ayodhya First flight to Ayodhya, IndiGo pilot welcomes passengers with a resounding 'Jai Shree Ram'

Ram Mandir Ayodhya First flight to Ayodhya, IndiGo pilot welcomes passengers with a resounding 'Jai Shree Ram'

News Continuous Bureau | Mumbai  

Ram Mandir Ayodhya : તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના અયોધ્યા ( Ayodhya ) માં મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. નવા એરપોર્ટ માટે પ્રથમ ઈન્ડિગો ફ્લાઈટે શનિવારે બપોરે દિલ્હીથી ઉડાન ભરી હતી. દિલ્હીથી અયોધ્યા ધામ માટે પ્રથમ ફ્લાઈટ ( First Flight ) ના પ્રસ્થાન પહેલા ઈન્ડિગો ( Indigo ) ના પાઈલટ કેપ્ટન આશુતોષ શેખરે મુસાફરોનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન પ્લેનમાં સવાર લોકોએ ‘જય શ્રી રામ’ના નારા પણ લગાવ્યા હતા. 

Join Our WhatsApp Community

જુઓ વિડીયો 

મુસાફરોએ લગાવ્યા  ‘જય શ્રી રામ’ના નારા 

પાઈલટે કહ્યું, હું ભાગ્યશાળી છું કે ઈન્ડિગોએ મને આ ફ્લાઈટ કમાન્ડ કરવાની તક આપી. અમે આશા રાખીએ છીએ કે તમારી યાત્રા સારી અને સુખદ રહે. અમે તમને વધુ અપડેટ્સ આપીશું. જય શ્રી રામ.” આ પછી મુસાફરોએ ‘જય શ્રી રામ’ના નારા પણ લગાવ્યા હતા.  આ ફલાઈટમાં ટેકઓફ પહેલા મુસાફરોએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. જય શ્રી રામના નારા લગાવ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે.

કરોડોના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન 

નોંધનીય છે કે PM મોદી 22 જાન્યુઆરીએ રામ મંદિરના અભિષેક સમારોહના થોડા દિવસો પહેલા અયોધ્યામાં અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા શનિવારે સવારે અયોધ્યા પહોંચ્યા હતા. નવા એરપોર્ટ ઉપરાંત, પીએમ મોદીએ પુનઃવિકાસિત અયોધ્યા રેલ્વે સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કર્યું અને બે અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી. પીએમ મોદીએ 15,700 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું.

આ સમાચાર પણ વાંચો :  RBI Cancel license of two bank : RBIની મોટી કાર્યવાહી.. હવે આ બે કો- ઓપરેટીવ બેંકોના લાયસન્સ કર્યા રદ્દ.. જાણો વિગતે..

અત્યાધુનિક નવા અયોધ્યા એરપોર્ટનો પ્રથમ તબક્કો 1,450 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનો વિસ્તાર 6500 ચોરસ મીટર છે, જેમાં વાર્ષિક અંદાજે 10 લાખ મુસાફરોને હેન્ડલ કરવાની ક્ષમતા છે. ટર્મિનલનો આગળનો ભાગ રામ મંદિરના સ્થાપત્યને પ્રતિબિંબિત કરે છે.

Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
BJP Organizational Changes: અધ્યક્ષ બનતા જ નિતિન નબીનનો માસ્ટરસ્ટ્રોક! વિનોદ તાવડે અને આશિષ શેલારને સોંપી મોટી જવાબદારી; ભાજપના સંગઠનમાં ધરખમ ફેરફાર
Sunita Williams: અવકાશના ક્ષેત્રમાં એક યુગનો અંત: 27 વર્ષની સેવા અને 608 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા બાદ સુનિતા વિલિયમ્સ નાસામાંથી નિવૃત્ત.
Nitin Nabin BJP President: નિતિન નબીન બન્યા ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ; બિહારના કદાવર નેતા સામે સંગઠન મજબૂત કરવાના આ છે મુખ્ય પડકારો.
Exit mobile version