ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
અયોધ્યા
29 જુલાઈ 2020
રામ મંદિરના પાવન અવસરે ભગવાન રામ સહિત લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન ને નવરત્ન જડીત વાઘા પહેરાવાશે.. અયોધ્યામાં 500 વર્ષની પ્રતિક્ષા બાદ ભગવાન રામના ભવ્ય મંદિરની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 5મી ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ જન્મભૂમિ પર તેમનાં મંદિરનો શિલાન્યાસ કરશે.
આ વિશેષ અવસરે રામના બાળ સ્વરૂપ રામલલા અને તેમનાં ત્રણ ભાઈ ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન સહિત 'હનુમાનજી'ને પણ નવીન સિલ્કના નવરત્નો જડેલા વસ્ત્રો પહેરાવાશે. જેની સિલાઈનું કામ ઝડપભેર ચાલી રહ્યું છે. અનેક પેઢીઓથી રામલલાના વસ્ત્રોને તૈયાર કરવાનું કામ કરતા દરજીએ જણાવ્યુ કે, 'વડાપ્રધાન અત્યંત શુભ દિવસે અયોધ્યા આવી રહ્યા છે. અયોધ્યા વાસીઓએ ખુબ જ લાંબો સમય રાહ જોયા બાદ આવો રૂડો અવસર આવ્યો છે. આથી ભગવાન ના સાજ સજ્જામાં કોઈ કમી નહીં રહેવા દઈએ." તેમને કહ્યું કે "5 ઓગષ્ટએ ભગવાન રામ ખાસ લીલા રંગના મખમલી વસ્ત્રો પહેરશે. જેની પર લાલ અને પીળા રંગની બોર્ડર હશે. જેને હીરા, મોતી, પન્ના, સોના, ચાંદીથી ભરતકામ કરેલું હશે .આવા ભગવાનનાં વાઘા અત્યાર સુધીના ઈતિહાસમાં ક્યારેય બનાવવામાં આવ્યા નહીં હોય."
હાલ પણ શ્રી રામલલાને દરરોજ જુદાં જુદાં રંગના વાઘા પહેરાવવામાં આવે છે. સોમવારે સફેદ, મંગળવારે લાલ, બુધવારે લીલા, ગુરુવારે પીળા, શુક્રવારે ક્રીમ, શનિવારે આસમાની અને રવિવારે ગુલાબી રંગના વસ્ત્રો ધારણ કરાવવામાં આવે છે. 5મી ઓગષ્ટે બુધવાર આવે છે. એથી રામલલાને લીલા રંગના વસ્ત્રો અર્પણ કરાશે.
ઉલ્લેખનીય છે કે આ દરજી પરિવાર ચાર ચાર પેઢીઓથી રામલલા માટે વસ્ત્રોનું સિલાઈકામ કરી રહ્યો છે. તેમણે અને તેમના પરિવારજનોએ એ સમય પણ જોયો છે જ્યારે રામલલા તાળા મારેલા મંદિરમાં બિરાજમાન હતા.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com