News Continuous Bureau | Mumbai
Ram Mandir : 22 જાન્યુઆરીએ ઉતરપ્રદેશ ના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવનાર છે. જેના કારણે સમગ્ર વિશ્વમાં રામ ભક્તોમાં ઉત્સાહનો માહોલ છે. સાત દિવસીય અનુષ્ઠાન પણ મંગળવારથી શરૂ થઈ ગયું છે અને કાર્યક્રમની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર રામ મંદિરને લઈને મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યા છે. એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે જેમાં લખવામાં આવ્યું છે કે બાબરી મસ્જિદથી ત્રણ કિલોમીટરના અંતરે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે.
યુઝરે ગૂગલ મેપનો સ્ક્રીનશોટ શેર કર્યો
સોશિયલ મીડિયા પર એક યુઝરે ગૂગલ મેપનો સ્ક્રીનશોટ શેર કર્યો છે અને લખ્યું છે કે ગૂગલ મેપ રામ મંદિર અને બાબરી મસ્જિદને લઈને બે અલગ-અલગ જગ્યાઓ બતાવી રહ્યું છે. એક જગ્યા એ છે જ્યાં બાબરી મસ્જિદ હતી અને બીજી જગ્યા એ છે જ્યાં રામ મંદિર બની રહ્યું છે. મતલબ કે ત્યાં મંદિર નથી બની રહ્યું.
સંજય રાઉતે પણ નિવેદન આપ્યું હતું
આ સમાચાર વાયરલ થયા બાદ શિવસેના ( ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે – UBT ) સાંસદ સંજય રાઉતે પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો માત્ર 3 કિલોમીટર દૂર મંદિર બનાવવાનું હતું તો મસ્જિદ શા માટે તોડી પાડવામાં આવી? હિન્દુ-મુસ્લિમ વચ્ચે નફરત કેમ ફેલાવવામાં આવી? હવે આની પાછળ માત્ર રાજકારણ હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે. આ સમાચારની સત્યતા જાણવા માટે તથ્ય તપાસ્યું તો જાણવા મળ્યું કે આ સમાચાર નકલી છે.
આ ઉપરાંતજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મંદિર ટ્રસ્ટે સંજય રાઉતના દાવાને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે. ટ્રસ્ટી રામેશ્વર ચૌપાલે કહ્યું કે ભવ્ય રામ મંદિરનો સિંહ દરવાજો એ જ જગ્યાએ બનાવવામાં આવ્યો છે જ્યાં મેં 1989માં મંદિરની પહેલી ઈંટ નાખી હતી. તે જ સમયે, મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ કહે છે – ‘1992 થી, હું તે જ સ્થાનના ગર્ભગૃહમાં પૂજા કરી રહ્યો છું. રામલલા એ જ જગ્યાએ તાત મંદિરમાં બેઠા હતા જ્યાં વિવાદિત માળખાના ગુંબજ રાખવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Shivaji Park : રામમય બન્યું દાદરનું શિવાજી પાર્ક, અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા આ રીતે શણગારાયું, જુઓ વીડિયો..
બાબરી મસ્જિદની જગ્યાએ મંદિર બનાવવામાં આવી રહ્યું છે
ફેક્ટ ચેકથી જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયા યુઝર્સ ગૂગલ મેપનો સ્ક્રીનશોટ શેર કરી રહ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અયોધ્યામાં રામ મંદિર બાબરી મસ્જિદની વિવાદિત જગ્યાથી 3 કિલોમીટર દૂર બનાવવામાં આવ્યું છે. આ દાવો ખોટો છે. જ્યાં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી તે જ જગ્યાએ રામ મંદિર બની રહ્યું છે. બાબરી મસ્જિદથી ત્રણ કિલોમીટરના અંતરે રામ મંદિરના નિર્માણના સમાચાર તદ્દન ખોટા છે.
જણાવી દઈએ કે આ જગ્યા અયોધ્યાના રામકોટ વોર્ડમાં આવેલી છે. તત્કાલીન કલ્યાણ સિંહ સરકારે વિવાદિત 2.77 એકર જમીનની આસપાસ 70 એકર જમીન સંપાદિત કરી હતી અને તેને પ્રવાસન માટે વિકસાવવા માટે મંદિર ટ્રસ્ટને આપી હતી. સ્ટ્રક્ચરને તોડી પાડ્યા પછી, કેન્દ્ર સરકારે તેને હસ્તગત કરી લીધું. સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી, આ જ 70 એકરનો વિસ્તાર મંદિર ટ્રસ્ટને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, જેના પર રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે.
