News Continuous Bureau | Mumbai
Ram Mandir Pran Pratishtha: 22 જાન્યુઆરીએ અયોધ્યાના ( Ayodhya ) ભવ્ય મંદિરમાં રામ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માત્ર શ્રદ્ધાળુઓ માટે જ નહીં પરંતુ વેપારીઓ ( merchants ) માટે પણ ખૂબ જ આનંદનો પ્રસંગ બનવા જઈ રહ્યો છે. વ્યાપારીઓ આ તકનો લાભ ઉઠાવવા માટે જોરશોરથી તૈયારીઓમાં વળગી પડ્યા છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ ( CAIT ) નો અંદાજ છે કે ભગવાન શ્રી રામના મંદિર સાથે સંબંધિત વસ્તુઓના ઉત્પાદનોના વેચાણથી ( Sales ) જાન્યુઆરી મહિનામાં જ રૂ. 50 હજાર કરોડથી વધુનો બિઝનેસ ( Business ) થઈ શકે છે.
સમગ્ર દેશમાં રામ મંદિર માટે ઉત્સાહ છે અને વેપાર જગતને તેમાં મોટી તકો દેખાઈ રહી છે. 1 જાન્યુઆરીથી CAITના નેતૃત્વમાં દેશભરના વેપારીઓ ( traders ) દુકાને- દુકાને, બજારે -બજારમાં જશે. દરેક ઘરમાં રામ નામ ફેલાવશે. રામ મંદિર ( Ram Mandir ) સંબંધિત લગભગ તમામ ઉત્પાદનો માટે ભક્તોમાં ઉત્સાહ છે, પરંતુ લોકો રામ મંદિરની પ્રતિકૃતિ માટે વધુ ઉત્સુક છે. હાલ શ્રી રામ ધ્વજ, શ્રી રામના ચિત્રો અને માળા, લોકેટ, વીંટી, રામ દરબારના ફોટા અને અન્ય સંબંધિત વસ્તુઓ ઉપલબ્ધ થવા લાગી છે. એટલું જ નહીં રામનામી કુર્તા, ટી-શર્ટ અને અન્ય કપડાની માંગ પણ વધી છે. કાપડ ઉદ્યોગમાં પણ ઘણું કામ હાલ ચાલી રહ્યું છે. એમ આંતરિક સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
રામ પ્રતિકૃતિ મોડલ બનાવવામાં મોટી સંખ્યામાં મહિલાઓને રોજગાર મળ્યો..
રામ પ્રતિકૃતિ મોડલ બનાવવામાં મોટી સંખ્યામાં મહિલાઓને રોજગાર મળી રહ્યો છે. તમામ રાજ્યોમાં સ્થાનિક કારીગરો, કલાકારો અને હસ્તકલા કારીગરોને પણ જોરદાર બિઝનેસ મળી રહ્યો છે. શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો આ દિવસ દેશમાં વેપારની સાથે રોજગારીની નવી તકો પણ ઉભી કરશે તેવુ જણાય રહ્યું છે. મોટી સંખ્યામાં કુર્તા, ટી-શર્ટ અને અન્ય કપડાં પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે જેના પર શ્રી રામ મંદિરની પ્રતિકૃતિને હાથથી ભરતકામ કરવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે કુર્તા બનાવવામાં મૂળભૂત રીતે ખાદીનો ઉપયોગ કરવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : Ram Mandir Inauguration: અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમના આમંત્રણ વચ્ચે વિપક્ષ મુકાઈ મુંઝવણમાં… INDIA ગઠબંધન આ કાર્યક્રમમાં જવુ કે નહી? ધર્મસંકટ..
22 જાન્યુઆરીએ દેશભરમાં સમગ્ર તરફ દિવાળીનો માહોલ સર્જાવાનો હોવાથી આ ઉજવણીને ધ્યાનમાં રાખીને માટીના દીવા, રંગોળી બનાવવા માટે વિવિધ રંગો, ફૂલોની સજાવટ માટે ફૂલો અને બજારો અને ઘરોને રોશની કરવા માટે ઈલેક્ટ્રીક લેમ્પ્સ પણ બજારમાં ઉપલબ્ધ કરાવામાં આવશે. આ ઉપરાંત રસ્તાઓ પર લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ, પોસ્ટર, બેનરો, પત્રિકાઓ, અન્ય સાહિત્ય, સ્ટીકરો સહિતની પ્રચાર સામગ્રીનો પણ મોટો વેપાર થશે. દેશના તમામ વર્ગોને આ સમગ્ર અભિયાનનો લાભ મળશે.
મિડીયા અહેવાલ મુજબ આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા, ગુરુવારથી જ રામ જન્મભૂમિ મંદિરમાં આરતી માટે ઓનલાઈન બુકિંગ શરૂ થઈ ગયું છે. આ માટે પાસ આપવામાં આવશે. ભગવાન રામની આરતી દિવસમાં ત્રણ વખત થશે. તમે રામજન્મભૂમિ મંદિરના પોર્ટલ પરથી પાસ ઓનલાઈન બનાવી શકો છો, પરંતુ ફિજીકલ પાસ તમારે અહીં અયોધ્યા કાઉન્ટર પરથી જ મેળવવા પડશે. આ માટે તમારે આધાર કાર્ડ, મતદાર આઈડી, ડ્રાઈવિંગ લાઇસન્સ અને પાસપોર્ટ જેવા દસ્તાવેજોમાંથી કોઈ એક આપવાનું રહેશે.