Ram Mandir: રામજન્મભૂમિની પાયો શીખોના સંઘર્ષ અને સાહસે નાખ્યો હતો, પરંતુ અંગ્રેજોના ષડયંત્રે બદલ્યો સંપુર્ણ ઈતિહાસ.. જાણો રામજન્મસ્થળનો આ રસપ્રદ ઈતિહાસ..

Ram Mandir: 1664માં ગુરુ ગોવિંદ સિંહ અને વૈષ્ણવદાસને હરાવીને આખરે ઔરંગઝેબે રામજન્મભૂમિ પર કબજો મેળવ્યો હતો. ત્યારબાદ તેણે રામ મંદિરને તોડી નાખ્યું હતું અને ત્યાં ખાડો ખોદીને રાખી મુક્યો હતો. ત્યારબાદ આ સંઘર્ષની કહાણી છેક અંગ્રેજ સરકાર સુધી પહોંચી હતી.

by Bipin Mewada
Ram Mandir The foundation of Ram Janmabhoomi was laid by the struggle and adventure of Sikhs, but the British conspiracy changed the entire history..

News Continuous Bureau | Mumbai

Ram Mandir: ભારતમાં જ્યારે ઔરંગઝેબનુ ( Aurangzeb ) શાસન હતું. તે સમયે રામજન્મભુમિ ( Ram Janmabhoomi ) મુઘલોના ( Mughals )  શાસન હેઠળ હતું, ત્યારે શીખના ધર્મગુરુ ગુરુ નાનક દેવે ( Guru Nanak Dev ) શ્રી રામ જન્મસ્થળની મુલાકાત લીધી હતી અને તેની મુક્તિ માટે હાંકલ કરી હતી. શીખોના ( Sikh ) નવમાં ગુરુ, તેગ બહાદુર અને તેની નિહંગ સેનાએ ઔરંગઝેબને હરાવીને શ્રી રામજન્મસ્થળને આઝાદ કરાવ્યું હતું. પરંતુ, ઔરંગઝેબની સેનાએ ફરી હુમલો કર્યો કરી ફરી તેના પર કબજો મેળવ્યો હતો. 

છત્રપતિ શિવાજીના ગુરુ, સમર્થ ગુરુ રામદાસના શિષ્ય બાબા વૈષ્ણવદાસ ( Baba Vaishnav Das ) અયોધ્યાના ( Ayodhya ) અહિલ્યા ઘાટ પર રહેતા હતા. તેમની સાધુઓની સેનાએ પણ મુઘલોને હરાવ્યા હતા. પરંતુ, મુઘલો સતત હુમલો કરવાનું ચાલુ રાખ્યું. તેનાથી પરેશાન વૈષ્ણવદાસે ગુરુ ગોવિંદ સિંહને સંદેશો મોકલ્યો. જેમાં તેઓએ સાથે મળીને ઘણી વખત મુઘલોને હરાવ્યા હતા, પરંતુ 1664માં આખરે ઔરંગઝેબે રામજન્મભૂમિ પર કબજો મેળવ્યો હતો. ત્યારબાદ તેણે રામ મંદિરને તોડી નાખ્યું હતું અને ત્યાં ખાડો ખોદીને રાખી મુક્યો હતો. ત્યારબાદ આ સંઘર્ષની કહાણી છેક અંગ્રેજ સરકાર સુધી પહોંચી હતી.

આ દરમિયાન, મુઘલોના કબ્જા બાદ રામજન્મભુમિના સ્થળ પર નવાબોએ નમાઝની સાથે લોકોને પ્રાર્થના કરવાનો પણ અધિકાર આપ્યો હતો. પરંતુ, બ્રિટિશ શાસન ( British rule ) હિંદુઓ અને મુસ્લિમોને લડતા રાખવા માંગતું હતું. તેથી તેણે 1856 માં આ સ્થળને ચારે બાજુથી ઘેરી લીધું હતું. આ પછી મંદિરની બહાર ભગવાન રામની પૂજા શરૂ થઈ હતી.

 શું છે આ મામલો..

વર્ષ 1857…પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામનો સમય હતો. રાષ્ટ્રીય ચેતના સર્વ તરફ જાગી હતી. હિન્દુ-મુસ્લિમ એક સાથે આવવા લાગ્યા હતા. ત્યારે તત્કાલીન હિંદુ-મુસ્લિમ શાસકોએ બહાદુર શાહ ઝફરને બાદશાહ જાહેર કર્યા હતા. અયોધ્યા અને ગોંડાના તત્કાલિન રાજા, હનુમાનગઢીના નિર્વાણી અન્ની પટ્ટીના મહંત ઉદ્ધવ દાસ, ક્રાંતિકારી મહંત રામચરણ દાસ અને સ્થાનિક ક્રાંતિકારી અમીર અલી પણ આ અંગ્રેજો સામેના સંઘર્ષમાં જોડાયા હતા. કર્નલ માર્ટિન સુલતાનપુર તેમના એક ગેઝેટિયરમાં લખે છે કે, અમીર અલીના માત્ર કહેવા પર મુસ્લિમ સમુદાય આ રામજન્મભુમીની વિવાદિત જગ્યા પર પોતાનો દાવો છોડવા તૈયાર હતો. જેમાં બહાદુર શાહ ઝફરે પણ તેને હિંદુઓને સોંપવાનો આદેશ આપ્યો હતો. પરંતુ, અંગ્રેજોએ ષડયંત્ર રચીને 18 માર્ચ, 1858ના રોજ અમીર અલી અને રામચરણને ફાંસી આપી દીધી હતી. જે પછી મામલો વધુ પેચીદો બની ગયો હતો.

આ સમાચાર પણ વાંચો :  Adani-Hindenburg Case: અદાણી- હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો..સેબીની તપાસમાં દખલનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર.. સેબીની તપાસ સાચી દિશામાં.

દરમિયાન બ્રિટિશ શાસને રામ જન્મભૂમીની જગ્યામાં બહારના ભાગમાં પૂજા અને અંદર નમાઝ કરવાનો આદેશ આપ્યો હતો. જેના કારણે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ગુસ્સે ભરાયેલા નિહંગો અને હિંદુ રાજાઓની સેનાએ યુદ્ધ બાદ આ જગ્યા પોતાની કબજે કરી હતી. જે બાદ કબ્જે કરેલ આ જગ્યા પરથી તે સમયના સ્થાનિક વહીવટીતંત્ર કેટલાક લોકોને હટાવવામાં સફળ રહ્યું હતું, પરંતુ શીખોએ આ જગ્યા પર પોતાનો કબ્જો બનાવી અડગ રહ્યા હતા. જેના કારણે નમાઝ થઈ શકી ન હતી. આ અંગે 25 શીખ સૈનિકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, 22 ડિસેમ્બર, 1948ની રાત્રે જ્યારે મંદિરની અંદરથી રામ લલ્લાની મૂર્તિ મળી આવી ત્યારે આ કેસ અને ત્યારપછીના નોંધાયેલા કેસના આધારે કોર્ટે સ્વીકાર્યું કે 1858 પહેલા ક્યારેય પણ આ જગ્યાએ નમાઝ પઢવામાં આવી ન હતી. જે બાદ મંદિરની તરફેણમાં નિર્ણય લેવા માટે આ બે કેસ મુખ્ય આધાર બન્યા.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More