News Continuous Bureau | Mumbai
Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહ બાદ ભક્તોની ભીડ વધી રહી છે. અયોધ્યામાં ( Ayodhya ) ખૂબ જ ઠંડી છે. તેમ છતાં પણ દર્શન માટે ભક્તોની કતારો જોવા મળી રહી છે. છેલ્લા છ દિવસમાં લાખો ભક્તોએ રામલલ્લાના ( Ram lalla ) દર્શન કર્યા છે. વહીવટીતંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. હવે પ્રશાસને રામ મંદિરની સુરક્ષા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રામ મંદિરની સુરક્ષા જમીન સાથે હવામાં પર પણ કરવામાં આવી રહી છે. આ માટે રામ મંદિરની સુરક્ષા માટે ઈઝરાયેલના એન્ટી ડ્રોન ( Anti drone ) લગાવવામાં આવશે. તેનાથી 3-5 કિલોમીટર પહેલા દુશ્મનનો ખાત્મો થઈ જશે.
મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશ પોલીસ પ્રથમ વખત એન્ટી ડ્રોન સિસ્ટમ અપનાવવા જઈ રહી છે. તાજેતરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન, પોલીસે નેશનલ સિક્યુરિટી ગાર્ડ ( NSG ), સ્પેશિયલ સિક્યુરિટી ગ્રુપે ( SPG ) એન્ટી ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. પરંતુ એન્ટી ડ્રોન સિસ્ટમ કેન્દ્ર સરકારની ( Central Govt ) સુરક્ષા એજન્સીઓની હતી. હવે આ સિસ્ટમ કાયમી ધોરણે મંદિરમાં લગાવવામાં આવશે. આ માટે ઈઝરાયેલમાં નિર્મિત એન્ટી ડ્રોન સિસ્ટમનું વિવિધ સ્તરે પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
Exclusive: Israel-Made Anti-Drone Systems to Guard Ayodhya Ram Temple In A First for Uttar Pradesh @AnvitSrivastava https://t.co/PY99keylIr
— Aman Sharma (@AmanKayamHai_) January 28, 2024
યુપી પોલીસ માટે 10 એટી-ડ્રોન સિસ્ટમ ખરીદવામાં આવશે…
ડ્રોન સિસ્ટમ ( Drone system ) તેના 3 થી 5 કિલોમીટરની અંદર આવતા ડ્રોનને શોધી કાઢશે. તેમજ તેનું શક્તિશાળી રડાર તે ડ્રોનને નિષ્ક્રિય કરશે. આ લેસર આધારિત ડિસ્ટ્રોય સિસ્ટમનો ઉપયોગ દુશ્મન ડ્રોન સામે થાય છે. આ સિસ્ટમની સાથે સ્નાઈપર્સ પણ તૈનાત કરવામાં આવશે. તેમ જ ખતરાના મૂલ્યાંકનના આધારે, આ ડ્રોન સિસ્ટમ પોલીસને વિવિધ પરિસ્થિતિઓમાં યોગ્ય નિર્ણય લેવાની મંજૂરી આપશે. જેમાંથી એક સોફ્ટ કિલને ચલાવવાનું છે, એટલે કે લેસર આધારિત ડિસ્ટ્રોયર સિસ્ટમ જેનો ઉપયોગ દુશ્મનના ડ્રોન સામે થઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : Bihar politics: નીતીશ કુમારના NDAમાં સામેલ થવા પર શરદ પવારે કર્યા આકરા પ્રહારો.. કહ્યું જનતા.. જાણો બીજા પક્ષના નેતાઓએ શું કહ્યું..
યુપી પોલીસ માટે 10 એટી-ડ્રોન સિસ્ટમ ખરીદવામાં આવશે. ‘આ સિસ્ટમ લખનૌ, વારાણસી અને મથુરા જેવા રાજ્યભરના સંવેદનશીલ શહેરોમાં લગાવવામાં આવશે. એન્ટી ડ્રોનની ખરીદીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં આ ડ્રોન રજૂ કરવામાં આવશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
