Ram Sutar passes away: કલા જગતનો સૂર્ય અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન, દેશભરમાં શોકનું મોજું

Ram Sutar passes away કલા જગતનો સૂર્ય અસ્ત ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર રામ

News Continuous Bureau | Mumbai
Ram Sutar passes away વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ના સર્જક અને પ્રખ્યાત મૂર્તિકાર રામ વનજી સુતારનું 17 ડિસેમ્બર 2025ની રાત્રે નોઈડા સ્થિત તેમના નિવાસસ્થાને નિધન થયું છે. તેઓ 100 વર્ષના હતા અને લાંબા સમયથી વય સંબંધિત બીમારીઓથી પીડાતા હતા. તેમના નિધનથી ભારતીય કલા અને સાંસ્કૃતિક જગતને ક્યારેય ન પુરાય એવી ખોટ પડી છે.

મહારાષ્ટ્રથી વૈશ્વિક ઓળખ સુધીની સફર

રામ સુતારનો જન્મ 19 ફેબ્રુઆરી 1925ના રોજ મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના ગોંદૂર ગામમાં થયો હતો. તેમણે મુંબઈની જે.જે. સ્કૂલ ઓફ આર્ટ એન્ડ આર્કિટેક્ચરથી અભ્યાસ કર્યો અને ત્યાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. નાનપણથી જ તેમને મૂર્તિકળામાં ખૂબ રસ હતો, જે પાછળથી તેમનું જીવન બની ગયું.

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય મહાન કૃતિઓ

રામ સુતારે દેશ-વિદેશમાં અનેક ભવ્ય પ્રતિમાઓનું નિર્માણ કર્યું છે. ગુજરાતમાં નર્મદા નદીના કિનારે સ્થાપિત સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા તેમનું સૌથી મોટું સર્જન છે.સંસદ પરિસરમાં ધ્યાન મુદ્રામાં બેઠેલા મહાત્મા ગાંધીની પ્રતિમા પણ તેમણે જ બનાવી હતી. ઘોડા પર સવાર છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય મૂર્તિ પણ તેમની કલાનો ઉત્તમ નમૂનો છે.કલાના ક્ષેત્રમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ ભારત સરકારે તેમને અનેક સન્માનોથી નવાજ્યા હતા.તેમને 1999માં પદ્મશ્રી અને 2016માં પદ્મભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો.તાજેતરમાં જ તેમને મહારાષ્ટ્ર સરકારના સર્વોચ્ચ સન્માન ‘મહારાષ્ટ્ર ભૂષણ’ થી પણ નવાજવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Lionel Messi India Tour: જામનગરના પ્રેમમાં પડ્યો ફૂટબોલનો જાદુગર! લિયોનેલ મેસીએ ‘વનતારા’ના કર્યા મન ભરીને વખાણ, ભારત આવવા વિશે કહી મોટી વાત

કલા જગત માટે મોટી ખોટ

રામ સુતારના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવોએ શોક વ્યક્ત કર્યો છે. તેમની મૂર્તિઓ આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે. તેમના અંતિમ સંસ્કાર દિલ્હી-NCRમાં કરવામાં આવશે તેવી માહિતી મળી છે.