ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
04 સપ્ટેમ્બર 2020
છ સદી બાદ અયોધ્યામાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે. મંદિરની સાથે જ અન્ય સ્થળો પર નિર્માણ કાર્ય થવાનું છે. તેમજ ટ્રસ્ટ તરફથી રજૂ કરાયેલ નક્શાને વિકાસ પ્રાધીકરણની મંજૂરી મળી ગઈ છે. આ માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી 2 કરોડ 11 લાખથી વધુનો ટેક્સ આપવામાં આવશે.. વિકાસ સત્તા મંડળે બોર્ડ બેઠકમાં 2 લાખ 74 હજાર ચોરસ ફૂટ ખુલ્લા વિસ્તાર અને 12 હજાર 879 ચોરસ ફૂટ વિસ્તારનો નકશો પાસ કરી દીધો છે. આ સાથે રામ મંદિરના નિર્માણ માટે, ધાર્મિક સંસ્થાઓના નિર્માણ અધિનિયમ 1961 (80 G) હેઠળ ડેવલપમેન્ટ હેઠન ફી માં મળતી 65 ટકા ની છૂટ પણ આપવામાં આવી છે.
અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીએ નિર્માણની મંજૂરી મળ્યા પછી રામ મંદિરના પાયાના કામો ખૂબ ઝડપી ગતિએ થવાની ધારણા છે. સૂત્રોનું કહેવું છે કે, રામ મંદિર નિર્માણ માટે પાયો ખોદવાનું કામ સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાથી શરૂ થઈ શકે છે. બાંધકામના કામમાં વપરાતા લગભગ તમામ મશીનો પરિસરની અંદર આવી ગયા છે…
ઉલ્લેખનીય છે કે, પરિસરની અંદર આવેલા અને નિર્માણ કાર્યમાં વચ્ચે નડતા પ્રાચીન મંદિરોને તોડવામાં આવી રહ્યા છે, જે જર્જરિત હાલતમાં છે અથવા ખંડેર બની ગયા છે. રામ મંદિરનો પાયો આશરે 200 ફુટ ઊંડો હશે અને આ માટે અનેક પ્રકારની મશીનોનો ઉપયોગ કરવામાં આવશે. રામ જન્મભૂમિ ટ્રસ્ટ ના જણાવ્યા મુજબ , રામ મંદિરના નિર્માણ માટે કામ કરતી એજન્સી, L&Tના ઘણાં કામદારો અને શ્રમિકો પહેલાથી જ અહીં હાજર છે, બાંધકામનું કામ શરૂ થવાની સાથે જ જો જરૂર પડે તો મજૂરોની સંખ્યામાં વધારો થઈ શકે છે….