કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ અનોખી શૈલીમાં ગાઈ કવિતા, વિપક્ષ પર સાધ્યું નિશાન તમે પણ સાંભળો..

કોરોના કાળમાં ‘ગો કોરોના, ગો કોરોના’ ગીત ગાઈ ચર્ચામાં આવનાર રાજકીય નેતા રામદાસ આઠવલેને બોલવાનો મોકો મળ્યો ત્યારે વાતાવરણ ખુશનુમા બની ગયું હતું.

by Dr. Mayur Parikh
Ramdas Athawale's poetic dig at Rahul Gandhi's beard leaves MPs in splits

News Continuous Bureau | Mumbai

કોરોના કાળમાં ‘ગો કોરોના, ગો કોરોના’ ગીત ગાઈ ચર્ચામાં આવનાર રાજકીય નેતા રામદાસ આઠવલેને બોલવાનો મોકો મળ્યો ત્યારે વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. રામદાસ આઠવલેએ ( Ramdas Athawale ) પોતાની આગવી શૈલીમાં કવિતા વાંચી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું. તેમણે રાહુલ ગાંધીની ( Rahul Gandhi beard ) દાઢી પર પણ આડકતરી ( poetic dig ) રીતે નિશાન સાધ્યું હતું. રાહુલે ભારત જોડો યાત્રા દરમિયાન દાઢી વધારી હતી. આઠવલેએ કહ્યું કે રાષ્ટ્રપતિનું ભાષણ પોઇન્ટ ટુ પોઇન્ટ હતું. રાષ્ટ્રપતિએ દલિતો, ઓબીસી, આદિવાસીઓ, લઘુમતીઓ વિશે વાત કરી છે.

અહીં સાંભળો રામદાસ આઠવલેની કવિતા 

રામદાસ આઠવલેએ આગળ કહ્યું કે હું કોંગ્રેસીઓ અને વિપક્ષોનો આભાર વ્યક્ત કરું છું કે તેઓ રોજ વેલમાં આવી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિનું સંબોધન એ મોદી સરકારની વિકાસની ગંગા છે, તમે તેમની સાથે કેમ ગડબડ કરો છો. આઠવલેએ કહ્યું કે તમે હંગામો છોડીને આ ચર્ચામાં ભાગ લીધો, તેથી હું વિપક્ષનો આભાર વ્યક્ત કરું છું. હું આશા રાખું છું કે તમે ત્યાં જ રહેશો અને અમે અહીં જ રહીશું. આ સાથે જ સંસદમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : ભારત સાથે ‘પંગો’ નથી લેવા માંગતું અમેરિકા, રશિયા પાસેથી તેલ ખરીદવાને લઈને કરી આ જાહેરાત.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More