Site icon

  Ranveer Allahbadia Controversy: રણવીર અલ્હાબાદિયાનો વિવાદ હવે ચરમસીમાએ, સંસદમાં ગુંજ્યો મુદ્દો; સમિતિ યુટ્યુબર સામે કરશે મોટી કાર્યવાહી.. 

Ranveer Allahbadia Controversy: સંસદના બજેટ સત્ર દરમિયાન રણવીર અલ્હાબાદિયાના વિવાદાસ્પદ નિવેદનનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. ત્યારથી અહેવાલ વહેતા થયા છે કે સંસદીય સમિતિ તેમને સમન્સ પાઠવી શકે છે. યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા હાલમાં તેમના એક વિવાદાસ્પદ નિવેદનને કારણે લોકોના ગુસ્સાનો સામનો કરી રહ્યા છે. રૈનાએ તેના યુટ્યુબ શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ'માં કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓને કારણે તે સમાચારમાં છે. 

 Ranveer Allahbadia Controversy Parliamentary Panel may summon YouTuber Ranveer Allahbadia over vulgar remarks 

 Ranveer Allahbadia Controversy Parliamentary Panel may summon YouTuber Ranveer Allahbadia over vulgar remarks 

News Continuous Bureau | Mumbai

 Ranveer Allahbadia Controversy: સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ પર વિવાદાસ્પદ નિવેદન આપનાર યુટ્યુબર અને પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાની મુશ્કેલીઓ વધુ વધી શકે છે. એક તરફ, રણવીર અને શોના પાંચ જજો વિરુદ્ધ તેમના વિવાદાસ્પદ નિવેદન બદલ કેસ દાખલ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ, સંસદમાં પણ આ મુદ્દો ગરમાઈ રહ્યો છે. મહત્વનું છે કે રણવીર અલ્હાબાદિયા પર સમય રૈનાના કાર્યક્રમમાં માતા-પિતા વિશે અત્યંત વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ છે.

Join Our WhatsApp Community

 Ranveer Allahbadia Controversy: સમિતિ રણવીરને મોકલી શકે છે સમન્સ 

મીડિયા રિપોર્ટ મુજબ આઇટી બાબતોની સંસદીય સમિતિ આ મામલે રણવીર અલ્હાબાદિયાને નોટિસ મોકલવાનું વિચારી રહી છે. આ સમિતિ રણવીરને સમન્સ મોકલી શકે છે. એક દિવસ પહેલા સમિતિના સભ્ય પ્રિયંકા ચતુર્વેદીએ આ માંગ કરી હતી, અને હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા અન્ય સાંસદોએ પણ આવી જ માંગ કરી છે.

આ સમાચાર પણ વાંચો : Ranveer allahbadia: અભદ્ર ટિપ્પણી બાદ રણવીર અલ્હાબાદિયા એ માંગી માફી, વિડીયો શેર કરતા કહી આવી વાત

 Ranveer Allahbadia Controversy: આ નિવેદન ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ 

આ અંગે બીજેડી સાંસદ સસ્મિત પાત્રાએ કહ્યું, ‘આ નિવેદન ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. સંદેશાવ્યવહાર અને આઇટી અંગેની સંસદીય સ્થાયી સમિતિના સભ્ય તરીકે, હું આ મુદ્દો સમિતિમાં ઉઠાવવાનો છું. આપણે ટૂંક સમયમાં એક મીટિંગ કરવાના છીએ. હું ઈચ્છું છું કે આવી અપમાનજનક ટિપ્પણીઓ માટે કડક માર્ગદર્શિકા અને કડક કાયદા હોય. ઘણીવાર લોકો ખૂબ જ આકસ્મિક રીતે નિવેદનોનો ઉપયોગ કરે છે. આ ગંભીર છે કારણ કે ઘણા યુવાન   આવા યુટ્યુબર્સને ફોલો કરે છે. 

Train Timing change: ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસના સમય અને ટર્મિનલ સ્ટેશનમાં પરિવર્તન
Bairabi-Sairang Rail Project: બઈરબી-સાયરંગ રેલ પરઓયોજના: પૂર્વોત્તર ભરતને પ્રગતિની સાથે જોડતી ઐતિહાસિક પહેલ
Mahindra Thar: નવી નક્કોર થારથી લીંબુ કચડવા ગયેલી મહિલા સાથે એવું બન્યું કે શોરૂમના પહેલા માળેથી SUV સીધી રોડ પર
Vice-Presidential Election: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં INDIA ગઠબંધનને મોટો ઝટકો, આટલા સાંસદોનું થયું હતું ક્રોસ-વોટિંગ
Exit mobile version