ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑગસ્ટ, 2021
બુધવાર
સુપ્રીમ કોર્ટની બહાર 16 ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરનાર કથિત રેપ પીડિતાનું મંગળવારે મોત થયું છે.
રેપ પીડિતા અને તેના મિત્રએ સુપ્રીમ કોર્ટની બહાર આગ ચાંપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જોકે, આ ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયા બાદ પીડિતાના દોસ્તનું 21 ઓગસ્ટના મૃત્યુ થયું હતું.
બંને લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ તેમને પોલીસ વાનથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. બંને લોકોને રામ મનોહર લોહીયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આગ ચંપી કરતા પહેલા બંન્ને મિત્રોએ કોર્ટની બહાર ફેસબુક લાઈવ પણ કર્યું હતું. જેમાં તેમણે SSP અમિત પાઠક, CEO અમરેશ સિંહ, હવાલદાર સંજય રાય અને તેમના દીકરા વિવેક રાય તથા પૂર્વ IG પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો.
પાઈ પાઈ માટે ભીખ માંગશે તાલિબાન? અમેરિકા અને IMF પછી હવે વર્લ્ડ બેંકે પણ કરી આ કાર્યવાહી; જાણો વિગતે
