ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
નવી દિલ્હી
20 જુન 2020
ભારતમાં આવતીકાલે 38 વર્ષ બાદ સૂર્ય ગ્રહણ જોવા મળશે અને ફરી પાછું આવું સૂર્ય ગ્રહણ જોવું હશે તો તમારે આગામી 19 વર્ષ સુધી રાહ જોવી પડશે. આ ગ્રહણ આવતીકાલે સવારે 9:15 મિનિટથી શરૂ કરીને બપોરે 3:04 મિનિટ સુધી રહેશે અને સમયમર્યાદા અંદાજે 6 કલાકની રહેશે. જેમાં 12:10 મીનીટે આ ગ્રહણ પોતાના શિખર પર હશે. જેમાં ચંદ્રમા સૂર્યનો લગભગ 99% ભાગને ઢાંકી દેશે. જોકે આ દ્રશ્ય અમુક સેકન્ડ માટે જ તમને જોવા મળશે..
નોંધપાત્ર વાત એ છે કે સૂર્યગ્રહણ ક્યારે પણ ખુલ્લી આંખે જોવું નહીં, આંખો માટે આ હાનિકારક સાબિત થઈ શકે છે. આથી પૂરતી આંખોની સુરક્ષા કર્યા બાદ જ સૂર્યગ્રહણને જોવું જોઈએ. આ માટે આંતરરાષ્ટ્રીય આઇએસઓ માપદંડ ધરાવતા ચશ્મા પહેરવા જોઈએ, નહીં તો સૂર્યમાંથી નીકળતા કિરણોને કારણે કાયમ માટેનો અંધાપો આવી શકે છે.
આ સુર્ય ગ્રહણ અંગે જ્યોતિષીઓની રાય છે કે કુદરતી આફત, કોરોના જેવી મહામારી સહિતની અમંગળ ઘટનાઓ હવે દૂર થઈ જશે અને આવનારા દિવસો સારા આવશે.. જ્યારે એરોસ્પેસ એન્જીનીયરિંગ નિષ્ણાંતોના જણાવ્યા મુજબ 1982 બાદ આ પહેલો પ્રસંગ છે જ્યારે ચક્રાકાર સૂર્યગ્રહણ અને ગ્રીષ્મ સંક્રાંતિ એક જ દિવસે આવી રહી છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com