Site icon News Continuous Bureau | Mumbai

આવતીકાલે સૂર્યગ્રહણ: 38 વર્ષ બાદ આકાશમાં જોવા મળશે અદભૂત નજારો..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
નવી દિલ્હી
20 જુન 2020
  ભારતમાં આવતીકાલે 38 વર્ષ બાદ સૂર્ય ગ્રહણ જોવા મળશે અને ફરી પાછું આવું સૂર્ય ગ્રહણ જોવું હશે તો તમારે આગામી 19 વર્ષ સુધી રાહ જોવી પડશે. આ ગ્રહણ આવતીકાલે સવારે 9:15  મિનિટથી શરૂ કરીને બપોરે 3:04 મિનિટ સુધી રહેશે અને સમયમર્યાદા અંદાજે 6 કલાકની રહેશે. જેમાં 12:10 મીનીટે આ ગ્રહણ પોતાના શિખર પર હશે. જેમાં ચંદ્રમા સૂર્યનો લગભગ 99% ભાગને ઢાંકી દેશે. જોકે આ દ્રશ્ય અમુક સેકન્ડ માટે જ તમને જોવા મળશે.. 
નોંધપાત્ર વાત એ છે કે સૂર્યગ્રહણ ક્યારે પણ ખુલ્લી આંખે જોવું નહીં, આંખો માટે આ હાનિકારક સાબિત થઈ શકે છે. આથી પૂરતી આંખોની સુરક્ષા કર્યા બાદ જ સૂર્યગ્રહણને જોવું જોઈએ. આ માટે આંતરરાષ્ટ્રીય આઇએસઓ માપદંડ ધરાવતા ચશ્મા પહેરવા જોઈએ, નહીં તો સૂર્યમાંથી નીકળતા કિરણોને કારણે કાયમ માટેનો અંધાપો આવી શકે છે.
 આ સુર્ય ગ્રહણ અંગે જ્યોતિષીઓની રાય છે કે કુદરતી આફત, કોરોના જેવી મહામારી સહિતની અમંગળ ઘટનાઓ હવે દૂર થઈ જશે અને આવનારા દિવસો સારા આવશે.. જ્યારે એરોસ્પેસ એન્જીનીયરિંગ નિષ્ણાંતોના જણાવ્યા મુજબ 1982 બાદ આ પહેલો પ્રસંગ છે જ્યારે ચક્રાકાર સૂર્યગ્રહણ અને ગ્રીષ્મ સંક્રાંતિ એક જ દિવસે આવી રહી છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

Join Our WhatsApp Channel

https://bit.ly/3fxoxI2 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

CEC Gyanesh Kumar પોલીસ ફરિયાદ હોય કે મહાભિયોગ CEC જ્ઞાનેશ કુમાર સામે તાત્કાલિક કાર્યવાહી શા માટે શક્ય નથી? જાણો બંધારણીય રક્ષણ કવચ!
CEC Gyanesh Kumar ચૂંટણી પંચના આંતરિક વિખવાદ પર વિપક્ષ આક્રમક; રાહુલ ગાંધીએ કહ્યું ‘લોકશાહીની સંસ્થાઓ પર દબાણ હવે સહન નહીં થાય’
Vande Bharat Express Speed Record રેલવેની અદભુત કમાલ બુલેટ ટ્રેન પહેલાં જ વંદે ભારત એક્સપ્રેસની તોફાની સ્પીડ, ૧૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડીને રાજધાનીશતાબ્દીને આપી ટક્કર!
Arctic Sea Ice Shrinks સેટેલાઇટ તસવીરોએ વધારી દુનિયાની ચિંતા; ગ્લોબલ વોર્મિંગથી ઉત્તરી ધ્રુવનો બરફ રેકોર્ડ સ્તરે પીગળ્યો
Exit mobile version