News Continuous Bureau | Mumbai
Ration Card News : રેશનકાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. ગરીબ પરિવારોના નાગરિકોને લઘુત્તમ ભાવે અનાજ અને આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તે માટે રેશનકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. રેશન કાર્ડ પર તમને દર મહિને ઓછામાં ઓછા રૂપિયા માં રાશન મળે છે. હવે એક નવું અપડેટ છે. જ્યારે તમારા અનાજની દુકાન પર રાશન આવશે, ત્યારે તમને એક સંદેશ પ્રાપ્ત થશે. તેથી તમારે રાશનની દુકાન પર જઈને પૂછવાની જરૂર નહીં પડે કે અનાજ આવ્યું છે કે નહીં.
Ration Card News : અનાજ આવવા અંગેનો આવશે મેસેજ
રાશનની દુકાનો પર અનાજ આવવા અંગેનો મેસેજ અને દુકાનમાંથી અનાજની રસીદ સંબંધિત લાભાર્થીના મોબાઈલ ફોન પર મોકલવામાં આવશે. સરકારને વિશ્વાસ છે કે આના કારણે રાશનની દુકાનોમાંથી મળતા અનાજના કાળા બજાર પર મોટા પ્રમાણમાં અંકુશ આવશે. પરંતુ આ માટે રેશનકાર્ડ ધારકોએ રાશનની દુકાને જવું પડશે. રેશનકાર્ડમાં જેટલા લોકોના નામ છે તેટલા સભ્યોના આધાર કાર્ડ અને મોબાઈલ નંબર રેશનની દુકાન પર જઈને રજીસ્ટર કરાવવાનું રહેશે.
આ સાથે રાશનની દુકાનોમાં બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરી દેવામાં આવી છે અને કયા ગોડાઉનમાંથી રેશનની દુકાનમાં કેટલું અનાજ મોકલવામાં આવ્યું છે, તેમજ દુકાનમાંથી કેટલું અને ક્યારે અનાજ ઉપાડવામાં આવ્યું છે તેની માહિતી પણ આપવામાં આવશે. રેશનકાર્ડ ધારકોના મોબાઈલ પર SMS દ્વારા આપવામાં આવે છે. અલબત્ત, આ પ્રક્રિયાને કારણે રાશન વિતરણની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ પારદર્શક બનશે. જે મૂળ લાભાર્થી હશે તેને જ આ રેશનિંગનો લાભ મળશે.
Ration Card News રેશનકાર્ડ ધારકોએ મોબાઈલ નંબરને રેશન કાર્ડ સાથે લિંક કરવો જરૂરી
પુરવઠા વિભાગના આ નિર્ણયને રેશનકાર્ડ ધારકોએ પણ આવકાર્યો છે અને વહેલી તકે આ સુવિધા સંપૂર્ણ રીતે કાર્યરત થાય તેવી આશા નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ આ માટે નાગરિકોએ પણ પુરવઠા વિભાગને સહકાર આપવો પડશે. આ સુવિધા મેળવવા માટે રેશનકાર્ડ ધારકોએ નિયમિત ઉપયોગમાં મોબાઈલ નંબરને રેશન કાર્ડ સાથે લિંક કરવો જરૂરી છે. ખાસ વાત એ છે કે મોબાઈલ નંબરને રેશન કાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને આ માટે અનાજની દુકાનમાં જઈને આ પ્રક્રિયા પૂરી કરી શકાય છે.
Ration Card News કેવી રીતે જાણવું કે અનાજ આવી ગયું છે?
સરકારની SMS ગેટવે સિસ્ટમ દ્વારા લાભાર્થીના મોબાઈલ પર મેસેજ મોકલવામાં આવશે.
ઈ-પોઝ મશીન પર લાભાર્થીનો અંગૂઠો લીધા પછી જ અનાજનું વિતરણ કરવામાં આવે છે. તેથી, અન્ય વ્યક્તિએ અનાજ ઉપાડવાનો કોઈ પ્રશ્ન નથી
Ration Card News શું નંબર અપડેટમાં પૈસા ખર્ચ થાય છે?
મોબાઈલ સીડીંગ પ્રક્રિયા ઈ-પોજ મશીનો તેમજ RCMS સાઈટ દ્વારા લાગુ કરવામાં આવે છે. આ માટે કોઈ ચાર્જ નથી.
આ સમાચાર પણ વાંચો: Mumbai Weather : મુંબઈગરાઓની ખુશનુમા સવાર, શહેરમાં ફૂલ ગુલાબી ઠંડી; આજે દિવસભર રહેશે આવું વાતાવરણ..