ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો
મુંબઇ
26 ઓગસ્ટ 2020
છેલ્લા ઘણા સમયથી એ.ટી.એમ માંથી બે હજાર રૂપિયાની નોટ નીકળવી બંધ થઈ ગઈ છે. કારણ કે સરકારે 2000 ની નોંટ છાપવાની બંધ કરી છે. કેટલીક બેન્કોએ તો જાહેરાત પણ કરી છે કે તેમના એટીએમમાંથી 2000 ની નોટ નહીં નીકળે. તમે પાછલા મહિનાઓમાં નોટિસ કર્યું હશે કે તમે બેન્કમાં જશો તો 2000 ની નોટ ના બદલે 500 અને 200 રૂપિયાની નોટ જ વધુ આપવામાં આવે છે. આ વાતને સમર્થન આપતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે માર્ચ 2019-20 ના નાણાકીય વર્ષ દરમિયાન 2000 ની નવી નોટ છાપવામાં આવી નથી. આનું કારણ જણાવતા લખ્યું છે કે મોટી નોટનું ચલણ ઘટયું છે. આથી છાપવામાં આવી નથી.
દેશમાં માર્ચ 2020 ના અંતે બે હજાર રૂપિયાની 27398 લાખ નોટ જ ચલણમાં ફરતી હતી. જો તેની ટકાવારીમાં વાત કરીએ તો 2020 ના અંત સુધીમાં દેશમાં બે હજારની ચલણી નોટનો હિસ્સો 22.6 ટકા જ રહ્યો છે. જે માર્ચ 2018 માં 37.3 ટકા જેટલો હતો.
નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર 2016 માં નોટ બંધી લાગુ કર્યા પછી બે હજાર રૂપિયાની નોટ ચલણમાં આવી હતી. પરંતુ હવે ધીમે ધીમે 2000 ની નોટ બજારમાંથી ગાયબ થઈ રહી છે અને આરબીઆઇએ જાહેરમાં સ્વીકાર્યું પણ છે કે 2019-20 માં 2000 ની એકપણ નોટ છપાઈ નથી, કારણ કે તેના ઉપયોગ માં ખૂબ મોટો ઘટાડો આવ્યો છે.
વર્ષ. કુલ નોટ ચલણમાં
2018 – 33632
2019 – 32910
2020 – 27398
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ..
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com