ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૮ જુલાઈ ૨૦૨૧
ગુરુવાર
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ નિયમોનું પાલન ન કરવા બદલ બૅન્ક ઑફ બરોડા અને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા સહિત કુલ 14 બૅન્કોને દંડ ફટકાર્યો છે. બૅન્ક ઑફ બરોડાને બે કરોડ રૂપિયા, બંધન બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયા, ક્રેડિટ સુઇસ, ઇન્ડિયન બૅન્ક, ઇન્ડસઇન્ડ બૅન્ક, કર્ણાટક બૅન્ક, કરુર વૈશ્ય બૅન્ક, પંજાબ ઍન્ડ સિંધ બૅન્ક, દક્ષિણ ભારતીય બૅન્ક, જમ્મુ અને કાશ્મીર બૅન્ક અને ઉત્કર્ષ સ્મૉલ ફાઇનાન્સ બૅન્ક પ્રત્યેકને એક-એક કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
જોકેSBIને 50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. એક અખબારી યાદીમાં RBIએ આ અંગે જણાવ્યું હતું. ઉલ્લંઘનોમાં RBIદ્વારા નૉન-બૅન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓને ધિરાણ આપવા અંગેના કેટલાક નિયમોનું પાલન કર્યું ન હતું. આમાં બૅન્ક ફાઇનાન્સ, નૉન-બૅન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ અને લોન્સ અને ઍડ્વાન્સિસનો સમાવેશ થાય છે.
કાંદિવલીમાં બાઇક અને બેસ્ટ બસની અથડામણ; બાઇકસવારે ડ્રાઇવર સાથે કરી મારપીટ; જુઓ વિડિયો
ઉલ્લેખનીય છે કે RBIએ કહ્યું હતું કે તેણે હિસાબની ચકાસણી કર્યા પછી ઉપરોક્ત બૅન્કોને નોટિસ ફટકારી છે અને RBIના નિર્દેશોનું પાલન ન કરવાના આરોપ બદલ બૅન્કિંગ રેગ્યુલેશન ઍક્ટ, 1949ની જોગવાઈઓને ધ્યાનમાં લઈને બાદમાં દંડ વસૂલવામાં આવશે.