RBI Office Blast Threat: મુંબઈમાં RBI સહિત 11 સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, આ લોકોના માંગ્યા રાજીનામા..

RBI Office Blast Threat: આ ધમકીભર્યા ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈમાં ICICI બેંક સહિત 11 સ્થળોને બોમ્બ વિસ્ફોટથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ સાથે RBI ગવર્નર શક્તિકાંત દાસ અને નાણામંત્રી નિર્મલવા સીતારમણના રાજીનામાની માંગણી કરવામાં આવી છે.

by kalpana Verat
RBI Office Blast Threat Bomb Threat E-mail To RBI Sought Nirmala Sitharaman's Resignation Sources

News Continuous Bureau | Mumbai

RBI Office Blast Threat: મુંબઈમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ( RBI ) ની ઓફિસને બોમ્બની ધમકી મળી છે. RBI ઓફિસને ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ ( Email ) મોકલવામાં આવ્યો છે. આ ધમકીભર્યો ઈમેલ મોકલનાર ખિલાફત ઈન્ડિયા ( Khilafat India ) સાથે સંકળાયેલા હોવાનો દાવો કર્યો છે. 

11 સ્થળોને બોમ્બ વિસ્ફોટથી ( bomb blast ) ઉડાવી દેવાની ધમકી

મીડિયા રિપોર્ટ મુજબ આ ધમકીભર્યા ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈમાં ICICI બેંક ( ICICI Bank ) સહિત 11 સ્થળોને બોમ્બ વિસ્ફોટથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ સાથે RBI ગવર્નર શક્તિકાંત દાસ અને નાણામંત્રી નિર્મલવા સીતારમણના રાજીનામાની માંગણી કરવામાં આવી છે.

પોલીસનું કહેવું છે કે ઈમેલમાં આરબીઆઈ ઓફિસ, એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકમાં બોમ્બ પ્લાન્ટ કરવાની ધમકી આપવામાં આવી છે. RBI ગવર્નર શક્તિકાંત દાસ ( shaktikanta das ) અને કેબિનેટ મંત્રી નિર્મલા સીતારમણના ( Nirmala Sitharaman ) રાજીનામાની ( Resignation ) ઈમેલ દ્વારા માંગ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : PM Modi Youtube: પીએમ મોદીના નામે વધુ એક રેકોર્ડ… યુટ્યુબ પર અધધ આટલા કરોડ સબસ્ક્રાઇબર ધરાવનાર વિશ્વના પ્રથમ નેતા બન્યા..

આ ઉપરાંત ધમકીભર્યા ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈમાં 11 જગ્યાએ બોમ્બ મુકવામાં આવ્યા છે. ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે મંગળવારે બપોરે લગભગ 1.30 વાગ્યે બ્લાસ્ટ થવાનો છે. આ પછી, ગભરાટ ફેલાયો હતો અને પોલીસે દરેક જગ્યાએ તપાસ કરી હતી પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. આ સંદર્ભે મુંબઈની એમઆરએ માર્ગ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

આ ઈમેલ મોકલનારએ સ્પષ્ટપણે કહ્યું છે કે અમારી ધમકીને અવગણશો નહીં.

Join Our WhatsApp Community

You may also like