ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021
સોમવાર
ગોરખા રેજિમેન્ટના જવાનો ભારતીય સેનાની કરોડરજ્જુ છે, પરંતુ એવાં કેટલાંક કારણો સર્જાયાં છે જેને લીધે ગોરખા રેજિમેન્ટમાં ભરતી થનારા સૈનિકોની સંખ્યા ઘટી ગઈ છે.
જોકે સેના પાસે હાલમાં ચોક્કસ આંકડા ઉપલબ્ધ નથી, પણ આવશ્યકતા પ્રમાણે આ રેજિમેન્ટને સૈનિકો મળી નથી રહ્યા. જેનું પ્રથમ કારણ છે નેપાળ સાથે ગત વર્ષે કાળાપાણી જમીન બાબતે થયેલા વિવાદ પછી નેપાળના કેટલાક સમૂહો દ્વારા ત્યાંના યુવકોને ભારતીય સેનામાં નહીં જોડાવાની અપીલ કરાઈ રહી છે. વર્ષ ૧૯૪૭માં થયેલા બ્રિટન-ભારત-નેપાળ ત્રિપક્ષીય કરાર રદ કરીને નવા કરારની માગણી તેમણે કરી છે.
નિર્ભયા જેવા બળાત્કાર અને મોતના કેસથી હચમચી ગયું મહારાષ્ટ્ર, સીએમ ઠાકરેએ આપ્યો આ આદેશ ; જાણો વિગતે
ફક્ત આ જ એક કારણ નથી. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ બ્રિટન સહિત ઘણા દેશોની સેનાઓમાં ગોરખાઓની ભરતી થાય છે. સિંગાપોર સહિત કેટલાક દેશોમાં પોલીસ દળમાં પણ તેઓ સામેલ થાય છે. ઈરાનથી લઈ અફઘાનિસ્તાનમાં ગોરખા સુરક્ષાકર્મીઓની ડિમાન્ડ કેટલાક દાયકાઓમાં બહુ વધી ગઈ છે, પણ બદલાતા સમય સાથે ગોરખાઓ પરંપરાગત સુરક્ષાનું કામ છોડીને અન્ય કાર્યોમાં જોડાઈ રહ્યા છે, જ્યાં તેમને વધુ રૂપિયા મળી શકે. તેથી સેનામાં ભરતી થવાની તેમની પ્રાથમિકતા ઘટી રહી છે. શહેરોમાં મોમોઝ વેચીને ગોરખા વધુ કમાઈ લે છે. એવામાં સુરક્ષા જેવા જોખમ ભરેલા કામથી તેઓ વિમુખ થઈ રહ્યા છે.
ભારતીય સેનામાં ૭ ગોરખા રેજિમેન્ટ છે, જેમની ૩૯ બટાલિયનો છે. આ ૩૯ બટાલિયનોમાં અંતિમ બટાલિયન વર્ષ ૨૦૧૫માં બની હતી. જે ખાસ કરીને ભારતીય ગોરખા માટે હતી. સેનામાં ૩૨ હજાર ગોરખા જવાનો કાર્યરત છે. જેમાં સૌથી વધુ નેપાળી ગોરખા છે. દર વર્ષે એક હજારથી દોઢ હજાર ગોરખા સેનામાં ભરતી થાય છે, જે સંખ્યા હવે ઘટવા લાગી છે.
તહેવાર સમયે કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ વેપારીઓને આપી મોટી ભેટ આયાત સંદર્ભે લીધો નિર્ણય; જાણો વિગત