SCના વકીલોને ફરી આવ્યો રેકોર્ડેડ કોલ, ‘આ’ દિવસે દિલ્હીમાં કાશ્મીરનો ઝંડો ફરકાવવાની આપી ધમકી; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,24 જાન્યુઆરી 2022          

સોમવાર

સુપ્રીમ કોર્ટના વકીલોને આજે ફરી એક વખત અજાણ્યા નંબર પરથી એક ઓટોમેટેડ કોલ (સ્વચાલિત કોલ) આવ્યો છે. 

આ કોલમાં કહેવામાં આવ્યું છે કે, ગણતંત્ર દિવસ પર દિલ્હીમાં કાશ્મીરનો ઝંડો ફરકાવવામાં આવશે. 

સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે, કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવા માટે સુપ્રીમ કોર્ટ એટલી જ જવાબદાર છે જેટલી મોદી સરકાર છે. 

સુપ્રીમ કોર્ટના કેટલાક એડવોકેટ ઓન રેકોર્ડ (એઓર)ને કરવામાં આવેલા આ કોલમાં કોલરે પોતે ઈન્ડિયન મુજાહિદિનનો સદસ્ય હોવાનો દાવો કર્યો છે. 

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના વકીલોને અગાઉ પણ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યા હતા. 

ભારતમાં કોરોનાનો કહેર યથાવત, 5 દિવસમાં નોંધાયા આટલા લાખથી વધારે કેસ; જાણો આજે કેટલા કેસ આવ્યા સામે

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment