ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)ના આદેશ મુજબ લાલ કિલ્લો 27 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે.
જો કે આદેશમાં આની પાછળના કારણનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ તેમાં 6 જાન્યુઆરી અને 18 જાન્યુઆરીના જૂના આદેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અગાઉ પ્રતિષ્ઠિત સ્મારકને બર્ડ ફ્લૂ એલર્ટના કારણે 19 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી બંધ કરી દેવામાં આવ્યું હતુ.
