ગણતંત્ર દિન પર ટ્રેક્ટર રેલી દરમિયાન ઐતિહાસિક સ્મારક લાલ કિલ્લાને ઘણું નુકસાન થયું હતું, ત્યારે ઘણી પ્રાચીન વસ્તુઓ પણ ગાયબ થઈ ગઈ છે.
આ ઘટના પછી ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ દ્વારા તૈયાર કરાયેલા અહેવાલમાં ખુલાસો થયા બાદ કેન્દ્રીય સંસ્કૃતિ પ્રધાન પ્રહલાદસિંહ પટેલે દિલ્હી પોલીસને શોધખોળ કરવાના આદેશ આપ્યા છે.
સંસ્કૃતિ પ્રધાને જણાવ્યું હતું કે પોલીસને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે, જેના આધારે પોલીસ કડક કાર્યવાહી કરશે અને ગુમ થયેલ પુરાતત્ત્વીય અવશેષો ફરીથી મેળવશે.
