Site icon

રેલવેએ બદલ્યું ફૂડ મેનુ! હવે મુસાફરો ભેલપુરી, મોમોસ સહિત આ 10  પ્રાદેશિક વાનગીઓની માણી શકશે મિજબાની 

Western Railway: The Porbandar Muzaffarpur Express Train Will Stop At Mehsana Station

Western Railway: The Porbandar Muzaffarpur Express Train Will Stop At Mehsana Station

News Continuous Bureau | Mumbai

ભારતમાં દરેક જગ્યાએ રેલવે નેટવર્ક ફેલાયેલું છે. ભારતીય રેલ્વે(Indian Railway)માં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. લોકો લાંબા અંતરની મુસાફરી માટે પણ રેલનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં, સ્વાભાવિક છે કે મુસાફરો લાંબી મુસાફરી દરમિયાન ખાવા-પીવાની વ્યવસ્થા પણ કરે અથવા રેલવેની પેન્ટ્રીનો ઉપયોગ કરે.  દરમિયાન રેલવે પણ દ્વારા નવી સુવિધાઓ આપવામાં આવી છે. 

Join Our WhatsApp Community

લાંબી મુસાફરી દરમિયાન ખાવાનું ઘણીવાર અસુવિધાજનક હોય છે અને આ જ કારણ છે કે રેલવે બોર્ડે ટ્રેનોમાં પીરસવામાં આવતા ભોજનના મેનુમાં ફેરફાર કર્યો છે. રેલ મુસાફરો હવે તેમની મુસાફરી દરમિયાન પ્રાદેશિક ભોજનનો સ્વાદ લઈ શકશે. લિટ્ટી-ચોખાથી લઈને ઈડલી-સાંભાર સુધીની વિવિધ પ્રાદેશિક વાનગીઓ ટ્રેનમાં મુસાફરોને મળશે. આ સાથે જૈન સમાજના લોકો માટે શુદ્ધ શાકાહારી ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ડાયાબિટીસથી પીડિત મુસાફરોને ટ્રેનમાં બોઈલ્ડ શાકભાજી અને ઓટ્સ પણ આપવામાં આવશે. રેલવે બોર્ડે ટ્રેનમાં આઠ વાનગીઓનો સમાવેશ કર્યો છે. નવા ફેરફાર બાદ ટ્રેનની અંદર શિશુઓ માટે મફત ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. આ ફેરફાર રાજધાની, દુરંતો, શતાબ્દી અને વંદે ભારત જેવી તમામ પ્રીમિયમ ટ્રેનોમાં 26 જાન્યુઆરી થી લાગુ થઈ ગયા છે.

આ સમાચાર પણ વાંચો : દાદરમાં રહેણાંક બિલ્ડીંગમાં લાગેલી આગ આખરે ચાર કલાક બાદ કાબૂમાં આવી, ફરી એક વખત બહુમાળી ઇમારતની સુરક્ષાનો મુદ્દો જાગ્યો

આ પ્રાદેશિક લોકપ્રિય વાનગીઓનો સ્વાદ લો

ટ્રેનમાં લિટ્ટી ચોખા, ઇડલી સંભાર, ઢોસા, વડાપાવ, પાવ ભાજી, ભેલપુરી, ખીચડી, જાલમૂડી, વેજ-નોનવેજ મોમોઝ, સ્પ્રિંગ રોલ વગેરે મળશે.

જૈન સમુદાયને ડુંગળી અને લસણ વિનાનું વિશેષ ભોજન આપવામાં આવશે, જો કોઈ ડાયાબિટીસથી પીડિત હોય તો બોઇલ્ડ શાકભાજી, મિલ્ક ઓટ્સ, મિલ્ક-કોર્ન, આમલેટ વગેરે પણ ટ્રેનમાં મળશે.

– દક્ષિણ ભારતીય પ્રવાસીઓને નચની લાડુ, નચની કચોરી, નચની ઈડલી, નચની ઢોસા, નચની પરાઠા, નચની ઉપમા મળશે.

– દક્ષિણ ભારતીય પ્રવાસીઓને નાચની લાડુ, નાચની કચોરી, નાચની ઈડલી, નાચની ઢોસા, નાચની પરાઠા, નાચની ઉપમા મળશે.

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version