ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
3 જુન 2020
એપ્લિકેશનનું નામ જ બધું કહી દે છે " રિમુવ ચાઇના એપ્સ" એક સ્વ-ઘોષિત “ભારતીય સ્ટાર્ટઅપ” દ્વારા વિકસિત, આ એપ્લિકેશંસ મે મહિનામાં લોંચ થયાના 10 જ દિવસમાં કુલ 1 મિલિયન લોકોએ ડાઉનલોડ્સ કરી હતી અને એપ બનાવનારાઓને રાતોરાત સફળતા મળી હતી.
હવે આ એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોરથી દૂર કરવામાં આવી છે. ડેટા એનાલિટિક્સ કંપનીનો અંદાજ છે કે તે દૂર કરતા પહેલાં લગભગ એપ 5 મિલિયન વખત ડાઉનલોડ થઈ ચુકી છે અને 2 દિવસ માટે ભારતના એન્ડ્રોઇડ સ્ટોરમાં પ્રથમ નંબરે રહી હતી.
આ એપ્લિકેશનન મોટાભાગે ભારતમાં ઈન્સ્ટોલ થયેલી જોવા મળી છે, જોકે વિશ્લેષણાત્મક ડેટા બતાવે છે કે છેલ્લા કેટલાક દિવસોમાં તેને ઓસ્ટ્રેલિયામાં પણ ખૂબ વાર ડાઉનલોડ કરાઈ હતી અને એન્ડ્રોઇડ ટૂલ્સ એપ્લિકેશન્સમાં તે પાંચમા ક્રમે હતી.
આનું એક કારણ એપ્લિકેશન વાપરવા માટે ખૂબ સરળ છે: "સ્કેન" ક્લિક કરો અને ચીની મૂળની એપની સૂચિ સામે આવી જતી હતી.
નિષ્ણાત ઓનું કહેવું છે કે હાલ જે એપ ભારતમાં બની છે છે તેવી ભવિષ્યમાં અન્ય દેશોમાં પણ બનશે. જોકે ભારતીય પાસે ટોચના સ્વદેશી વિકલ્પોમાંથી એક, જિયો પ્લેટફોર્મ્સ પણ છે..