મોદી સરનેમ પર વાંધાજનક ટિપ્પણીના મામલામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને બે વર્ષની સજા સામે લગભગ તમામ વિપક્ષી દળોએ વિરોધ વ્યક્ત કર્યો છે. આ બધાની વચ્ચે, કોંગ્રેસના બીજા એક નેતા રેણુકા ચૌધરીએ આવો જ એક બદનક્ષીનો કેસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કરવાની કવાયત શરૂ કરી દીધી છે. તેમણે કહ્યું કે તે શૂર્પણખા પરની કથિત ટિપ્પણી માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરશે.
રેણુકા ચૌધરીએ શું લખ્યું
રેણુકા ચૌધરીએ ટ્વીટમાં લખ્યું કે રેણુકા ચૌધરીએ ટ્વીટ કર્યું કે પીએમ મોદીએ તેમને સંસદમાં ‘શૂર્પણખા’ કહ્યા હતા. હવે હું તેની સામે માનહાનિનો કેસ કરીશ. ચાલો જોઈએ કે કોર્ટ કેટલી ઝડપથી કામ કરે છે. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ તેની સાથે પીએમ નરેન્દ્ર મોદીની ટિપ્પણીનો વીડિયો પણ ટ્વિટ કર્યો હતો. જેમાં પીએમ મોદીએ રામાયણ સિરિયલનો ઉલ્લેખ કર્યો હતો. જો કે દરમિયાન સોશિયલ મીડિયા યુઝર્સે કોંગ્રેસ નેતાને યાદ અપાવ્યું કે પીએમ મોદીએ ‘શૂર્પણખા’ શબ્દનો ઉલ્લેખ કર્યો નથી અને તે સંસદમાં આપેલા નિવેદન પર કોર્ટનો સંપર્ક કરી શકે નહીં.
જુઓ વિડીયો
This classless megalonaniac referred to me as Surpanakha on the floor of the house.
I will file a defamation case against him. Let’s see how fast courts will act now.. pic.twitter.com/6T0hLdS4YW
— Renuka Chowdhury (@RenukaCCongress) March 23, 2023
યુઝરની પ્રતિક્રિયા
આ વિડીયો જોઈને એક યુઝરે લખ્યું કે પીએમ મોદીએ શૂર્પણખા શબ્દનો ઉપયોગ કર્યો નથી અને સંસદમાં આપેલા આ નિવેદનના આધારે તેઓ કોર્ટમાં જઈ શકે નહીં. સુરત કોર્ટના નિર્ણય બાદ વિરોધ પક્ષોએ સરકાર પર ઈડી, સીબીઆઈ કે એફઆઈઆર, માનહાનિના કેસ દ્વારા વિરોધ પક્ષના નેતાઓનો અવાજ દબાવવાનો આરોપ લગાવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : રેલપ્રવાસીઓ માટે ખુશખબર, હવે મુસાફરોને ટ્રેનની ટિકિટ કેન્સલ કરાવવા પર મળશે 100% રિફંડ, Paytmના આ નવા ફીચરે યૂઝર્સને કર્યા દિવાના..
શુ છે સમગ્ર મામલો?
મહત્વનું છે કે આ મામલો વર્ષ 2018નો છે. જયારે સંસદમાં પ્રધાનમંત્રી મોદીજી બોલી રહ્યા હતા, એ દરમિયાન કોંગ્રેસી નેતા રેણુકા ચૌધરી જોરજોરમાં અટ્ટહાસ્ય કરી રહ્યા હતા. એમના હાસ્યથી વડાપ્રધાનના પ્રવચનમાં વિક્ષેપ પડી રહ્યો હતો. આથી સત્તાપક્ષના સદસ્યો અકળાયા. તત્કાલીન સ્પીકર વેન્કૈયા નાયડુજી એ ખુદ અટ્ટહાસ્ય કરીને સદનની કામગીરીમાં વિક્ષેપ પાડી રહેલા રેણુકા ચૌધરી સહિતના વિપક્ષી સદસ્યોને કડક શબ્દોમાં ચેતવણી આપીને ટોક્યા હતા. પરંતુ ખુદ પ્રધાનમંત્રી મોદીએ હળવા મૂડમાં કટાક્ષ કરતા કહ્યું કે “સભાપતિ જી, મેરી આપશે પ્રાર્થના હૈ, રેણુકા જી કો કુછ મત કીજીએ, રામાયણ સિરીયલ કે બાદ, ઐસી હસી સુનને કા આજ સૌભાગ્ય મિલા હૈ!” મોદીજીના આ કટાક્ષ પછી સત્તાપક્ષ તરફની પાટલીઓ પર હાસ્યનું હુલ્લડ મચી ગયું હતું, જ્યારે અત્યાર સુધી રેણુકા ચૌધરીના હાસ્યની મજા લઇ રહેલા વિપક્ષી સભ્યો અકળાઈ ઉઠ્યા હતા! કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી રેણુકા ચૌધરીએ જાહેરાત કરી છે કે એમને શૂર્પણખા કહીને મજાક ઉડાવવાના મામલે તેઓ ખુદ પ્રધાનમંત્રી મોદી સામે બદનક્ષીનો દાવો માંડવા જઈ રહ્યા છે.