Site icon

Chandrababu Naidu: રશીયન મીડિયામાં અહેવાલ,. શું મોદી સરકાર ને ઉથલાવી પાડવાના પ્રયત્ન કરી રહ્યું છે અમેરિકા?

Chandrababu Naidu: રશિયાના સ્પુતનિક અખબારે સનસનીખેજ ખુલાસો કર્યો છે. જે મુજબ દક્ષિણ ભારતના ચર્ચની મદદથી તેમજ વિપક્ષી નેતાઓની એકતા સાથે ચંદ્રબાબુ નાયડુ પર દબાણ લાવવામાં આવી રહ્યું છે.

Reported in the Russian media. Is America trying to overthrow the Modi government

Reported in the Russian media. Is America trying to overthrow the Modi government

News Continuous Bureau | Mumbai

Chandrababu Naidu: ભારત માં લોકસભાની ચૂંટણી સમયે રશિયાએ દાવો કર્યો હતો કે અમેરિકા ( US ) ભારતની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે. હવે રશિયાના સુપ્રસિદ્ધ અખબાર સ્પુતનિકે ( Sputnik ) દાવો કર્યો છે કે મોદી સરકારને ઉથલાવી પાડવા અમેરિકા પ્રયત્ન કરી રહ્યું છે.  

Join Our WhatsApp Community

Chandrababu Naidu: અહેવાલમાં શું દાવો કરાયો છે? 

અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાની ગુપ્તચર સંસ્થા સીઆઈએ ( CIA ) દક્ષિણ ભારતના એક ચર્ચના પાદરીની મદદથી તેમજ વિપક્ષી નેતાઓના ( opposition leaders ) સથવારે ચંદ્રબાબુ નાયડુ પર દબાણ બનાવી રહ્યા છે કે તેઓ મોદી સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચી લે. આ અહેવાલ રશિયાના સ્થાનિક અખબારમાં છપાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે અમેરિકાના કોન્સ્યુલેટ વિપક્ષી નેતાઓને સતત મળી રહ્યા છે. તેમજ ભારતીય લોકતંત્રમાં વિવિધતાનો પૂરેપૂરો ફાયદો ઉપાડી રહ્યા છે. મોદી સરકારની વિરોધમાં કાર્યરત એવા તમામ લોકોને એક સાથે કામ કરે તેવા પ્રયત્નો ચાલી રહ્યાં છે. આ ઉપરાંત. હિંદુ દેવી દેવતાઓ તેમજ ભારતીય સંસ્કૃતિનો મજાક ઉડાવી રહેલા અભિનેતા, અભિનેત્રી અને અન્ય લોકોને અમેરિકાના મિશન થકી પ્રોત્સાહન મળી રહ્યું છે. તેમજ, તેઓને એવોર્ડ આપવામાં આવે છે અને પોતાનું કામ આગળ વધારવા માટે સમર્થન પણ આપવામાં આવે છે. 

  આ સમાચાર પણ વાંચો : PM Modi Visit: 40 વર્ષ બાદ ભારતીય વડાપ્રધાનની પોલેન્ડ મુલાકાત, PM મોદીની યુક્રેન અને પોલેન્ડ મુલાકાત પર દુનિયાની નજર.. જાણો કેમ ખાસ છે આ વિદેશ યાત્રા..

Chandrababu Naidu: આ અહેવાલ કેટલા સાચા કેટલા ખોટા?

રશિયાના અખબારમાં જે અહેવાલ છપાયો છે તે સંદર્ભે અત્યાર સુધી સરકાર ( Central Government ) તરફથી કે વિપક્ષ તરફથી કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી નથી. આ સમાચાર સોશિયલ મીડિયા પર અહેવાલ વહેતા થયા છે. તેમજ અહેવાલ સંદર્ભે હજી સુધી અમેરિકાએ કોઈ રદિયો આપ્યો નથી

 

Nitin Nabin BJP President: નિતિન નબીન બન્યા ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ; બિહારના કદાવર નેતા સામે સંગઠન મજબૂત કરવાના આ છે મુખ્ય પડકારો.
Karnataka DGP K Ramachandra Rao Suspended: DGP રામચંદ્ર રાવના અશ્લીલ વીડિયોથી કર્ણાટકમાં ખળભળાટ! ઓફિસમાં જ ‘રંગરેલિયા’ મનાવતા ટોપ કોપ સસ્પેન્ડ; જાણો શું છે આખો વિવાદ
BMC Mayor Election 2026: મુંબઈના મેયર પદની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું! તારીખ જાહેર થતા જ મહાયુતિમાં ખળભળાટ; શિંદે કે ભાજપ, કોણ બનશે મુંબઈનો નવો ‘નાથ’?.
Salarimala Gold Theft Case: સબરીમાલા મંદિરની પવિત્રતાને કલંક? સોનાની ચોરી મામલે ED એક્શનમાં, મુખ્ય પૂજારી સકંજામાં; કરોડોના કૌભાંડનો પર્દાફાશ થવાની શક્યતા
Exit mobile version