Republic Day 2026 Winners: જાણો કોની ઝાંખી રહી સૌથી શ્રેષ્ઠ? ગણતંત્ર દિવસ પરેડના પરિણામો જાહેર: મહારાષ્ટ્ર, ગુજરાત અને નૌસેનાએ મારી બાજી

Republic Day 2026 Winners: ગણેશોત્સવની થીમ પર મહારાષ્ટ્રની ઝાંખીએ મારી બાજી; સંસ્કૃતિ મંત્રાલયની 'વંદે માતરમ' ઝાંખી મંત્રાલયોમાં વિજેતા, દિલ્હી પોલીસ પણ સન્માનિત.

by Akash Rajbhar
Republic Day 2026 Winners Indian Navy Voted Best Marching Contingent; Maharashtra Wins Top Prize for Tableau

News Continuous Bureau | Mumbai

Republic Day 2026 Winners: વર્ષ 2026 ની પ્રજાસત્તાક પરેડમાં ત્રણેય સેનાઓ વચ્ચે ભારતીય નૌસેનાના માર્ચિંગ દળને ‘શ્રેષ્ઠ માર્ચિંગ ટુકડી’તરીકે પસંદ કરવામાં આવી છે. 144 જવાનોના આ દળે કર્તવ્ય પથ પર પોતાની શિસ્ત અને સામર્થ્યનું અદભૂત પ્રદર્શન કર્યું હતું. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની શ્રેણીમાં મહારાષ્ટ્રની ઝાંખીએ પ્રથમ પુરસ્કાર જીત્યો છે. મહારાષ્ટ્રની ઝાંખીમાં ભવ્ય ગણેશોત્સવ અને પરંપરાગત ‘લેઝિમ’ નૃત્યને આધુનિકતા સાથે રજૂ કરવામાં આવ્યું હતું.મંત્રાલયો અને વિભાગોની શ્રેણીમાં સંસ્કૃતિ મંત્રાલયની ઝાંખી વિજેતા બની હતી, જે ‘વંદે માતરમ’ ના 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી પર આધારિત હતી. દિલ્હી પોલીસને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) અને અન્ય સહાયક દળોમાં શ્રેષ્ઠ માર્ચિંગ દળ જાહેર કરવામાં આવ્યું છે. આ પુરસ્કારોનું વિતરણ 30 જાન્યુઆરીએ રાષ્ટ્રીય રંગશાલા કેમ્પમાં આયોજિત સમારોહમાં કરવામાં આવશે.

ગુજરાતની ઝાંખીએ ‘લોકપ્રિય પસંદગી’માં મેળવ્યું પ્રથમ સ્થાન

‘માયગવ ઇન્ડિયા’ (MyGov India) પોર્ટલ પર યોજાયેલા ઓનલાઇન સર્વેક્ષણમાં નાગરિકોની પસંદગીના આધારે ગુજરાતની ઝાંખી ‘લોકપ્રિય પસંદગી’ શ્રેણીમાં વિજેતા બની છે. ગુજરાતની ઝાંખીની થીમ ‘સ્વદેશી-આત્મનિર્ભરતા-સ્વતંત્રતાનો મંત્ર: વંદે માતરમ’ હતી. આ શ્રેણીમાં ઉત્તર પ્રદેશ (બુંદેલખંડની સંસ્કૃતિ) બીજા સ્થાને અને રાજસ્થાન ત્રીજા સ્થાને રહ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Brihaspati Dev Temple: શું તમે જોયું છે દેવગુરુનું આ અદભૂત મંદિર? ૮૦૦૦ ફૂટ ઊંચા પર્વત પર બિરાજે છે ભગવાન બૃહસ્પતિ, દર્શન માત્રથી દૂર થાય છે ગ્રહદોષ

અન્ય વિજેતા રાજ્યો અને ટુકડીઓ

રાજ્યોની શ્રેણીમાં મહારાષ્ટ્ર બાદ જમ્મુ-કાશ્મીરની ઝાંખી બીજા ક્રમે અને કેરળની ઝાંખી ત્રીજા ક્રમે રહી હતી. લોકપ્રિય પસંદગીમાં સેનાની ટુકડીઓમાં આસામ રેજિમેન્ટને શ્રેષ્ઠ જાહેર કરવામાં આવી છે, જ્યારે CAPF શ્રેણીમાં CRPF એ બાજી મારી છે. દરેક ઝાંખીમાં ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ અને આત્મનિર્ભરતાની ઝલક જોવા મળી હતી.

પરેડની અન્ય ખાસિયતો

આ વર્ષની પરેડમાં મહિલા શક્તિ અને ટેકનોલોજી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. નૌસેનાના માર્ચિંગ દળમાં મહિલા અધિકારીઓના નેતૃત્વે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. મહારાષ્ટ્રની ઝાંખીમાં ગણેશોત્સવને આત્મનિર્ભરતાના પ્રતીક તરીકે દર્શાવવા પાછળનો હેતુ પરંપરા અને વિકાસનો સમન્વય કરવાનો હતો. જમ્મુ-કાશ્મીરની ઝાંખીમાં ત્યાંના કેસરના ઉત્પાદન અને પર્યટન ક્ષેત્રે થયેલી પ્રગતિને કલાત્મક રીતે રજૂ કરવામાં આવી હતી.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More