ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 જાન્યુઆરી 2022
બુધવાર.
આ વર્ષે સમારોહ દરમિયાન, રાજપથ પર પરેડ અને ફ્લાયપાસ્ટ ડેમોસ્ટ્રેશન અડધો કલાક મોડું એટલે કે સવારે 10.30 વાગ્યે શરૂ થશે.
પ્રાપ્ત જાણકારી મુજબ ગાઢ ધુમ્મસને ધ્યાનમાં રાખીને સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
કોરોનાને કારણે ગયા વખતની જેમ આ વર્ષે 2022 માં પણ કોઈ વિદેશી મુખ્ય અતિથિને આમંત્રણ આપવામાં આવ્યું નથી.
આ ઉપરાંત દર્શકો માટેની બેઠકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ વર્ષે માત્ર 5,000 થી 8,000 લોકોને જ હાજરી આપવાની મંજૂરી છે.
