ગણતંત્રના દિવસે ખેડૂત ટ્રેક્ટર રેલી દરમિયાન લાલ કિલ્લા પર થયેલી હિંસાના માસ્ટરમાઈન્ડ દીપ સિદ્ધુ પર દિલ્હી પોલીસે ગાળિયો કસવાનું શરુ કરી દીધું છે.
દિલ્હી પોલીસે દીપ સિદ્ધુ, જુગરાજ સિંહ સહિત 4 લોકો પર એક એક લાખનું ઈનામ જાહેર કર્યુ છે.
એટલું જ નહીં પોલીસે હિંસામાં સામેલ ચાર અન્ય લોકો પર 50-50 હજારનું ઈનામ રાખ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ લોકો લાલ કિલ્લા પર ધાર્મિક ઝંડો ફરકાવવા અને લોકોને હિંસા માટે ઉશ્કેરવામાં સામેલ હતા.