ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,26 જાન્યુઆરી 2022
બુધવાર.
રાષ્ટ્રપતિની અંગરક્ષક સુરક્ષા બેડામાં ઘણાં વર્ષોથી કાર્યરત વિશેષ ઘોડો ‘વિરાટ’ આજે રિટાયર થયો છે. આજે તેણે રિપબ્લિક ડેની પરેડમાં ભાગ લીધો હતો અને રાજપથ પર જ તેણે નિવૃત્તિ લીધી હતી. રાષ્ટ્રપતિના ઘોડેસવાર સુરક્ષા ગાર્ડની ટુકડીના સૌથી વિશેષ અશ્વ વિરાટને આજે ભારતીય સેના દ્વારા વિશેષ સન્માન આપવામાં આવ્યુ છે.
'વિરાટ' જ્યારે 73માં ગણતંત્ર દિવસની પરેડમાં પહોંચ્યો હતો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેને દુલાર કરવાથી ખુદને રોકી શક્યા નહોતા. PM મોદી રક્ષા મંત્રી રાજનાથ સિંહએ 'વિરાટ'ને પ્રેમથી પંપાળ્યો. અસલમાં, 'વિરાટ' એકમાત્ર ઘોડો છે જે 13 વાર ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લઇ ચુક્યો છે. આ જ કારણ છે કે આજે 'વિરાટ'ને શાનદાર રીતે રિટાયર કરવામાં આવ્યો છે. 'વિરાટ'ને સેના દિવસ 2022 ના અવસર પર ચીફ ઓફ આર્મી સ્ટાફ કોમનડેશન કાર્ડ કરફથી પણ સમ્માનિત કરવામાં આવી ચુક્યો છે. 'વિરાટ' રાષ્ટ્રપતિના અંગરક્ષકનો પહેલો ચાર્જર છે જેને પ્રશંસા કાર્ડતરફથી પણ સન્માનિત કરાયો છે.
PM Shri @NarendraModi ji with horse 'Virat' at Rajpath today.
Virat participated successfully for 13th time in Republic Day celebrations despite his old age. pic.twitter.com/MYapyAIHiZ
— Bhupender Yadav (@byadavbjp) January 26, 2022
મહારાષ્ટ્રમાં મહિલાઓ પર થતા અત્યાચારને રોકવા નિર્ભયા સ્કવોડ નું ઉદ્ઘાટન; જાણો વિગત,
ઉલ્લેખનીય છે કે 'વિરાટ'ની યોગ્યતાઓ તથા સેવાઓને ધ્યાનમાં રાખીને તેને ઘણી વાર સમ્માનિત કરવામાં આવ્યો છે. ‘વિરાટ' રાષ્ટ્રપતિના અંગરક્ષક પરિવારમાં શામેલ રહ્યો છે તથા તેને પ્રેસિડેન્ટસ બોડીગાર્ડનો ચાર્જર પણ કહેવામાં આવે છે. વિરાટ રિમાઉંટ ટ્રેનિંગ સ્કૂલ હેમપુરથી 2003માં રાષ્ટ્રપતિના અંગરક્ષક પરિવારમાં સામેલ થયો હતો. હોનોવેરિયન નસ્લનો આ ઘોડો પોતાના નામ અનુસાર જ ખુબ જ સિનિયર, અનુશાસિત અને આકર્ષક રંગરૂપનો છે.