ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
22 ઓગસ્ટ 2020
દિવ્યાંગ વ્યક્તિઓ માટે હવે વાહન ખરીદવું સહેલું પડશે. કેન્દ્ર સરકારે ખાનગી અને વ્યાવસાયિક વાહનોની ખરીદી પર 18% જીએસટી માં સંપૂર્ણપણે છૂટ આપવાની તૈયારી કરી લીધી છે. આ કાયદા અંતર્ગત વાહન રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં વાહનના માલિકનું નામ, સંસ્થાનું નામ સહિત વાહન શ્રેણીનું ઉલ્લેખ કરવો જરૂરી રહેશે. વાહન ઉપર પણ તમામ માહિતી લખેલી હોવાથી દિવ્યાંગોને રોડ-ટોલ ટેક્સમાં પણ સો ટકાની છૂટ નો લાભ મળશે. જ્યારે એક્સાઇઝ ડ્યુટી અને વિમાની રાશિમાં 50 ટકાની છૂટ આપવામાં આવશે.
પરિવહન મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રજિસ્ટ્રેશનની પ્રક્રિયા માં 'ફોર્મ એ' માં જીએસટી માંથી કેન્દ્ર સરકારે ધર્મસ્થાનોના વાહનો, ડ્રાઈવર ટ્રેનિંગ સ્કૂલ, અને દિવ્યાંગોના વાહનોને છૂટ આપવામાં આવી છે. અધિકારીના જણાવ્યા મુજબ માર્ગ પરિવહન મંત્રાલય પાસે મોટી સંખ્યામાં ફરિયાદો આવી રહી હતી કે, ક્ષેત્રીય પરિવહન કાર્યાલયોમાં, દિવ્યાંગોના વાહન રજીસ્ટ્રેશન માં જે તે શ્રેણીના વાહનોની સંપૂર્ણ જાણકારી ન હોવાથી સરકારની તમામ છૂટછાટો નો લાભ મળતો નથી.
આથી હવે સરકારે આ અંગેના નિયમો માં ફેરફારો કરવાનું નક્કી કર્યું છે. નોંધનીય છે કે રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયએ બુધવારે મોટર વાહન અધિનિયમ 1989 માં ફોર્મ 20 ના ક્રમાંક નંબર 4A માં વાહનોની શ્રેણીનો ઉલ્લેખ ફરજિયાત કરવાનો રહેશે. ડ્રાફટમાં આ અંગેના ફેરફાર થયા બાદ દિવ્યાંગોને વાહન-રોડ- ટેકસમાં મોટી છૂટ મળશે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com