Site icon

Waqf Amendment Bill: વક્ફ બિલ પર INDIA બ્લોકમાં વિખવાદ! સંજય રાઉત બોલ્યા- અમે સુપ્રીમ કોર્ટ નહીં જઈએ, અમારી માટે આ ફાઇલ બંધ

Waqf Amendment Bill: શિવસેના-યુબીટીના નેતા સંજય રાઉતનું નિવેદન, વક્ફ બિલનો ઉદ્યોગપતિઓના ફાયદા માટે બનાવેલો એજન્ડા ગણાવ્યો

વક્ફ બિલ પર INDIA બ્લોકમાં વિખવાદ! સંજય રાઉત બોલ્યા- અમે સુપ્રીમ કોર્ટ નહીં જઈએ, અમારી માટે આ ફાઇલ બંધ

વક્ફ બિલ પર INDIA બ્લોકમાં વિખવાદ! સંજય રાઉત બોલ્યા- અમે સુપ્રીમ કોર્ટ નહીં જઈએ, અમારી માટે આ ફાઇલ બંધ

News Continuous Bureau | Mumbai

શિવસેના-યુબીટી (Shiv Sena-UBT)ના નેતા સંજય રાઉતે વક્ફ બિલ (Waqf Bill)ને લઈને ભાજપની ટીકા કરી હતી અને તેને ઉદ્યોગપતિઓના ફાયદા માટે બનાવેલો એજન્ડા ગણાવ્યો હતો. પરંતુ હવે તેમનું કહેવું છે કે તેમની પાર્ટી માટે આ ફાઇલ હવે બંધ થઈ ગઈ છે. વક્ફ (સંશોધન) વિધેયક પર INDIA બ્લોકમાં સામેલ પક્ષો વચ્ચે એકમત નથી કે તેમને તેનો વિરોધ કરવો છે કે સમર્થન. જ્યાં એક તરફ કોંગ્રેસ અને ડીએમકે (DMK)એ સંસદમાંથી પસાર થયેલા આ વિધેયકને અસંવિધાનિક ગણાવીને તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે, ત્યાં જ INDIA બ્લોકમાં સામેલ ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના-યુબીટી (Shiv Sena-UBT)એ વિધેયકના વિરોધમાં સુપ્રીમ કોર્ટ નહીં જવાની વાત કરી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : India’s Forex Reserves Increase: ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં સતત ચોથા અઠવાડિયે વધારો, ગોલ્ડ રિઝર્વમાં પણ વધારો

વક્ફ બિલ ઉદ્યોગપતિઓના ફાયદા માટે: રાઉત

Text: શિવસેના-યુબીટીના નેતા સંજય રાઉતે વક્ફ બિલ (Waqf Bill)ને લઈને ભાજપની ટીકા કરી હતી અને તેને ઉદ્યોગપતિઓના ફાયદા માટે બનાવેલો એજન્ડા ગણાવ્યો હતો. સંજય રાઉતે કહ્યું હતું કે, ‘વક્ફ બિલનો હિન્દુત્વ (Hindutva) સાથે કોઈ લેવાદેવા નથી. આ એક સામાન્ય બિલ છે. જો કોઈ તેને હિન્દુત્વ સાથે જોડે છે તો તે મૂર્ખ છે. આ બિલનો હેતુ છે કે ભવિષ્યમાં કેટલાક ઉદ્યોગપતિઓ માટે વક્ફ બોર્ડની સંપત્તિ પર કબજો કરવો સરળ બની જાય.’

વિધેયકને સંસદની મંજૂરી

Text: વક્ફ (સંશોધન) વિધેયકને લોકસભા અને રાજ્યસભાની મંજૂરી મળી ગઈ છે અને તેને રાષ્ટ્રપતિના અનુમોદન માટે મોકલવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિની મંજુરી મળ્યા પછી આ વિધેયક કાયદો બની જશે અને કેન્દ્ર સરકાર દ્વારા ગજેટ જાહેરનામું બહાર પાડવામાં આવશે. લોકસભામાં વક્ફ બિલના સમર્થનમાં 288 મત પડ્યા, જ્યારે વિરોધમાં 232 મત. રાજ્યસભામાં આ બિલના સમર્થનમાં 128 મત પડ્યા, જ્યારે વિરોધમાં 95 મત.

 

 

Ram Temple: ઐતિહાસિક ક્ષણ: પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે ‘ધ્વજારોહણ’, PM મોદી રામ મંદિરના શિખર પર ફરકાવશે ૨૨ ફૂટનો ભવ્ય ધર્મ ધ્વજ, જાણો કાર્યક્રમની સંપૂર્ણ વિગતો
Wada police action: વાડા પોલીસ સ્ટેશનની મોટી કાર્યવાહી; ઝારખંડના ડ્રાઇવરની ધરપકડ, પ્રતિબંધિત માલની હેરાફેરીનો પર્દાફાશ
Omar Abdullah: ‘ઉમર અબ્દુલ્લાનો આક્રોશ,રાજ્યસભા ચૂંટણીમાં BJPને મળેલા 4 વોટ પર ઉઠાવ્યો સવાલ, ‘કોણે કર્યો દગો?’
Cyclonic Storm: વરસાદ અને ઠંડીનું ડબલ એટેક,દેશના આ રાજ્યોમાં ચક્રવાતી તોફાનની ચેતવણી, UPમાં પારો ગગડશે.
Exit mobile version