ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
07 સપ્ટેમ્બર 2020
ઉત્તર પ્રદેશ કોંગ્રેસમાંથી બહાર કરાયેલા 9 નેતાઓએ સોનિયા ગાંધીને એક ખુલ્લો પત્ર લખ્યો છે. આ પત્રમાં સોનિયા ગાંધીને પરિવાર મોહથી ઉપર ઊઠવાની વિનંતી કરવામાં આવી છે. જેમાં યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધીને નિશાન બનાવવામાં આવ્યાં છે.
ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ સાંસદ સંતોષ સિંહ, પૂર્વ મંત્રી સત્યદેવ ત્રિપાઠી, પૂર્વ ધારાસભ્ય વિનોદ ચૌધરી, ભૂધર નારાયણ મિશ્રા, નેકચંદ્ર પાંડે જેવા વરિષ્ઠ નેતાઓએ જણાવ્યું હતું કે 'ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ હાલ સૌથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે. આ પત્રમાં ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અને કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી પર પરોક્ષ રીતે નિશાન તાકવામાં આવ્યું છે. તેમણે પરિવાર છોડીને કોંગ્રેસમાં લોકતાંત્રિક પરંપરા ફરી સ્થાપવાની વાત કરી છે.'
આ પત્ર લખવાનો મૂળ હેતુ સોનિયા ગાંધી પાસે મુલાકાતનો સમય માંગવાનો હતો. નિલંબીત કરાયેલાં નેતાઓએ શબ્દો ચોર્યા વગર લખ્યું હતું કે, " ઉત્તર પ્રદેશના પ્રભારી (પ્રિયંકા ગાંધી ) દ્વારા તમને માહિતગાર કરવામાં આવતા નથી લાગતા.. અમે અંદાજે એક વર્ષથી તમારી પાસે મળવાનો સમય માંગી રહ્યા છે. પણ તમારી અપોઈન્ટમેન્ટ મળતી નથી."
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં ઘણા વખતી અંદરોઅંદર ચાલતો વિખવાદ હવે ખુલીને સામે આવી રહ્યો છે. ગયા મહિને મળેલી કાર્યકારી કમિટીની બેઠકમાં આઠ કલાકની મથામણ બાદ પણ એક સ્થાયી કોંગ્રેસ પક્ષ પ્રમુખ ચૂંટણી કોંગ્રેસીઓ ચુંટી શક્યા ન હતાં. તે સમયે પણ કોંગ્રેસ પક્ષના 23 જેટલા સિનિયર અને યુવા સભ્યોએ કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખી પક્ષ માટે ફુલટાઇમના અધ્યક્ષની જરૂર હોવાની વાત કહી હતી. જે બાદ ખૂબ વિવાદ થયો હતો….
