News Continuous Bureau | Mumbai
Rishikesh-Karnaprayag rail project: યોગ થી તપ ની કનેક્ટિવિટી
ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટ 125.2 કિમી લાંબી બ્રોડ ગેજ રેલ લાઇન છે, જે યોગ નગરી ઋષિકેશને કર્ણપ્રયાગ સાથે જોડશે.આ પ્રોજેક્ટ ભારતીય રેલ્વે ના ચાર ધામ રેલ પ્રોજેક્ટનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય ઉત્તરાખંડના ચાર પવિત્ર તીર્થસ્થળોને રેલ નેટવર્ક દ્વારા જોડવાનો છે. આ રેલ્વે લાઇનનો કુલ ખર્ચ 16 હજાર કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે. આ પ્રોજેક્ટની સૌથી ખાસ વાત એ છે કે તેનો 83 ટકા ભાગ ટનલમાંથી પસાર થશે, જેમાં 17 મુખ્ય ટનલ અને 12 એસ્કેપ ટનલનો સમાવેશ થાય છે. તેની કુલ લંબાઈ 213 કિલોમીટર છે, જેમાંથી 213 કિલોમીટરનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે.
આ સમાચાર પણ વાંચો: Chenab Rail Bridge : ભારતમાં છે વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ, વાદળોથી ઘેરાયેલો છે કાશ્મીરનો ચિનાબ પુલ.. જાણો ખાસિયત..
Rishikesh-Karnaprayag rail project:જોડાશે આ 5 જિલ્લા ઓ
ઋષિકેશથી કર્ણપ્રયાગ સુધી રોડ માર્ગે 6-7 કલાક લાગે છે જે હવામાન અને ભૂસ્ખલનને કારણે વધુ વધી શકે છે. ચારધામ રેલ પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી રહેલી ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ લાઇન આ અંતર લગભગ બે કલાકમાં પૂરું કરશે.આનાથી યાત્રાળુઓ, પ્રવાસીઓ અને સ્થાનિક લોકો માટે મુસાફરી ઝડપી, સુરક્ષિત અને સુવિધાજનક બની જશે. ઉત્તરાખંડમાં ભારે વરસાદ, હિમવર્ષા અને ભૂસ્ખલનને કારણે રસ્તાઓ ઘણીવાર બંધ થઈ જાય છે. ચોમાસા અને શિયાળા ની ઋતુમાં આવું વારંવાર બને છે. આ પ્રોજેક્ટ નો 83 ટકા ભાગ ટનલ માંથી પસાર થાય છે, જે તેને હવામાન પ્રતિરોધક રાખશે અને સીમલેસ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરશે, જેના કારણે યાત્રાળુઓ અને પ્રવાસીઓ આખું વર્ષ ચારધામની મુલાકાત લઈ શકશે. આ પ્રોજેક્ટ ઉત્તરાખંડના પાંચ મુખ્ય જિલ્લાઓ-દહેરાદૂન, ટિહરી ગઢવાલ, પૌડી ગઢવાલ, રુદ્રપ્રયાગ અને ચમોલી ને રેલ નેટવર્ક સાથે જોડશે. યોગ નગરી ઋષિકેશ, મુનિ કી રેતી, દેવપ્રયાગ, શ્રીનગર, રૂદ્રપ્રયાગ, ગૌચર અને કર્ણપ્રયાગ જેવા શહેરો અને નગરોને રેલ દ્વારા જોડવામાં આવશે. આનાથી દૂરના પર્વતીય વિસ્તારોના લોકોને આરોગ્ય સેવાઓ, શિક્ષણ, રોજગાર અને બજારો સરળતાથી મળી શકશે. ચારધામ રેલ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથને રેલ નેટવર્ક સાથે જોડવાનો છે.
Rishikesh-Karnaprayag rail project: આર્થિક અને સામાજિક લાભ
ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટ ઉત્તરાખંડમાં પ્રવાસનને પ્રોત્સાહન આપશે. ચારધામ યાત્રા ઉપરાંત, ઉત્તરાખંડના અન્ય પર્યટન સ્થળો જેમ કે ઋષિકેશ, હરિદ્વાર અને ઔલી સુધી પહોંચવાનું સરળ બનશે. આનાથી સ્થાનિક વેપાર, હોટેલ ઉદ્યોગ અને પરિવહન સેવાઓને પ્રોત્સાહન મળશે અને ઉત્તરાખંડના દૂરના વિસ્તારોમાં નવા વ્યાપાર કેન્દ્રોના વિકાસને પ્રોત્સાહન મળશે. દેવપ્રયાગ, શ્રીનગર, રુદ્રપ્રયાગ અને ગૌચર જેવા શહેરોમાં આર્થિક પ્રવૃત્તિઓ વધશે, જેનાથી સ્થાનિક લોકો માટે રોજગારની તકો ઊભી થશે.