Site icon

Rishikesh-Karnaprayag rail project:2 કલાકમાં ઋષિકેશ થી કર્ણપ્રયાગ નો યોગ, યોગ થી તપ ની કનેક્ટિવિટી

Rishikesh-Karnaprayag rail project: દેશની સૌથી લાંબી રેલ્વે ટનલ ના નિર્માણમાં સફળ બ્રેક થ્રુ હાંસલ કરી લીધું છે. 125 કિમી થી વધુ લાંબો ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટ ઉત્તરાખંડ ના પ્રાકૃતિક સુંદરતા, તીર્થ સ્થળો અને આધ્યાત્મિક મહત્વ ને ફરીથી પરિભાષિત કરવા જઈ રહ્યો છે.

Rishikesh-Karnaprayag rail project India's longest transport tunnel takes shape

Rishikesh-Karnaprayag rail project India's longest transport tunnel takes shape

 News Continuous Bureau | Mumbai 

Rishikesh-Karnaprayag rail project: “આ પ્રોજેક્ટ ના અંતર્ગત ટીબીએમ ટેકનોલોજીનો પહેલી વાર પહાડી વિસ્તાર માં ઉપયોગ થયો છે. 9.11 મીટર વ્યાસવા ળા સિંગલ-શીલ્ડ રોક ટીબીએમ દ્વારા જે ગતિ અને સટીકતા નું પ્રદર્શન કર્યું, તે ભારતના નિર્માણ ક્ષેત્રમાં એક નવું ઉદાહરણ છે.” – શ્રી અશ્વિની વૈષ્ણવ, રેલ્વે મંત્રી
યોગનગરી ઋષિકેશ થી તપોનગરી કર્ણપ્રયાગ નો સફર હવે માત્ર બે કલાકમાં જ પૂર્ણ થવાનો છે. ભારતીય રેલ્વેએ દેવભૂમિમાં ‘શિવ’ અને ‘શક્તિ’ના આશીર્વાદથી દેશની સૌથી લાંબી રેલ્વે ટનલ ના નિર્માણમાં સફળ બ્રેક થ્રુ હાંસલ કરી લીધું છે. 125 કિમી થી વધુ લાંબો ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટ ઉત્તરાખંડ ના પ્રાકૃતિક સુંદરતા, તીર્થ સ્થળો અને આધ્યાત્મિક મહત્વ ને ફરીથી પરિભાષિત કરવા જઈ રહ્યો છે. યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ ના દર્શન માટે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ યાત્રા પર નીકળે છે. પરંતુ ભૌગોલિક સંરચના અને મર્યાદિત કનેક્ટિવિટી ને હંમેશા થી મુસાફરો અને સ્થાનિક રહેવાસીઓ માટે પડકારો ઉભા કરે છે. આ પડકારોને દૂર કરવા અને ઉત્તરાખંડના દૂરના વિસ્તારોને રેલ નેટવર્ક સાથે જોડવા માટે, ભારતીય રેલ્વેએ ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટ શરૂ કર્યો. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં, કરોડો ભક્તોની ચારધામની મુલાકાત લેવાની ઇચ્છા પૂર્ણ થશે.
ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટ હિમાલયના મુશ્કેલ અને ભૌગોલિક રીતે સંવેદનશીલ વિસ્તાર (ભૂકંપીય ક્ષેત્ર IV) માં બનાવવામાં આવી રહ્યો છે. આ રેલ લાઇનમાં દેશની સૌથી લાંબી રેલ્વે ટનલ 14.577 કિમી (47825 ફૂટ) નો સમાવેશ થાય છે, જે દેવપ્રયાગ અને જનાસુ વચ્ચે બનાવવામાં આવી રહી છે. 16 એપ્રિલ, 2025 ના રોજ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ઉત્તરાખંડ ના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ 14.58 કિલોમીટર લાંબી ટનલ T-8 ના બ્રેકથ્રુનું ઉદ્ઘાટન કર્યું, જે દેશની સૌથી લાંબી રેલ્વે ટનલ છે. આ સિવાય 38 નિયોજિત ટનલ બ્રેકથ્રુમાંથી 28 પૂર્ણ થઈ ગયા છે. પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો 2026 ના અંત સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે, અને 2027 ના મધ્ય સુધીમાં તે સંપૂર્ણપણે કાર્યરત થઈ શકે છે.
આ પ્રોજેક્ટ માં આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેમ કે ટનલ બોરિંગ મશીન (TBM) જેણે ટનલ નિર્માણ માં અભૂતપૂર્વ પ્રગતિ હાંસલ કરી છે. ઓગસ્ટ 2024 માં, ટનલ બોરિંગ મશીન ‘શિવ’ અને ‘શક્તિ’ એ એક મહિનામાં 1080.11 રનિંગ મીટર ટનલ ખોદીને એક નવો રેકોર્ડ બનાવ્યો. આ પ્રોજેક્ટમાં રેલ બ્રિજ નંબર 8 એ એન્જિનિયરિંગનો બીજો એક ચમત્કાર છે.

Rishikesh-Karnaprayag rail project: યોગ થી તપ ની કનેક્ટિવિટી

ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટ 125.2 કિમી લાંબી બ્રોડ ગેજ રેલ લાઇન છે, જે યોગ નગરી ઋષિકેશને કર્ણપ્રયાગ સાથે જોડશે.આ પ્રોજેક્ટ ભારતીય રેલ્વે ના ચાર ધામ રેલ પ્રોજેક્ટનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય ઉત્તરાખંડના ચાર પવિત્ર તીર્થસ્થળોને રેલ નેટવર્ક દ્વારા જોડવાનો છે. આ રેલ્વે લાઇનનો કુલ ખર્ચ 16 હજાર કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે. આ પ્રોજેક્ટની સૌથી ખાસ વાત એ છે કે તેનો 83 ટકા ભાગ ટનલમાંથી પસાર થશે, જેમાં 17 મુખ્ય ટનલ અને 12 એસ્કેપ ટનલનો સમાવેશ થાય છે. તેની કુલ લંબાઈ 213 કિલોમીટર છે, જેમાંથી 213 કિલોમીટરનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Chenab Rail Bridge : ભારતમાં છે વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ, વાદળોથી ઘેરાયેલો છે કાશ્મીરનો ચિનાબ પુલ.. જાણો ખાસિયત..

Rishikesh-Karnaprayag rail project:જોડાશે આ 5 જિલ્લા ઓ

ઋષિકેશથી કર્ણપ્રયાગ સુધી રોડ માર્ગે 6-7 કલાક લાગે છે જે હવામાન અને ભૂસ્ખલનને કારણે વધુ વધી શકે છે. ચારધામ રેલ પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી રહેલી ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ લાઇન આ અંતર લગભગ બે કલાકમાં પૂરું કરશે.આનાથી યાત્રાળુઓ, પ્રવાસીઓ અને સ્થાનિક લોકો માટે મુસાફરી ઝડપી, સુરક્ષિત અને સુવિધાજનક બની જશે. ઉત્તરાખંડમાં ભારે વરસાદ, હિમવર્ષા અને ભૂસ્ખલનને કારણે રસ્તાઓ ઘણીવાર બંધ થઈ જાય છે. ચોમાસા અને શિયાળા ની ઋતુમાં આવું વારંવાર બને છે. આ પ્રોજેક્ટ નો 83 ટકા ભાગ ટનલ માંથી પસાર થાય છે, જે તેને હવામાન પ્રતિરોધક રાખશે અને સીમલેસ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરશે, જેના કારણે યાત્રાળુઓ અને પ્રવાસીઓ આખું વર્ષ ચારધામની મુલાકાત લઈ શકશે. આ પ્રોજેક્ટ ઉત્તરાખંડના પાંચ મુખ્ય જિલ્લાઓ-દહેરાદૂન, ટિહરી ગઢવાલ, પૌડી ગઢવાલ, રુદ્રપ્રયાગ અને ચમોલી ને રેલ નેટવર્ક સાથે જોડશે. યોગ નગરી ઋષિકેશ, મુનિ કી રેતી, દેવપ્રયાગ, શ્રીનગર, રૂદ્રપ્રયાગ, ગૌચર અને કર્ણપ્રયાગ જેવા શહેરો અને નગરોને રેલ દ્વારા જોડવામાં આવશે. આનાથી દૂરના પર્વતીય વિસ્તારોના લોકોને આરોગ્ય સેવાઓ, શિક્ષણ, રોજગાર અને બજારો સરળતાથી મળી શકશે. ચારધામ રેલ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથને રેલ નેટવર્ક સાથે જોડવાનો છે.

Rishikesh-Karnaprayag rail project: આર્થિક અને સામાજિક લાભ

ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટ ઉત્તરાખંડમાં પ્રવાસનને પ્રોત્સાહન આપશે. ચારધામ યાત્રા ઉપરાંત, ઉત્તરાખંડના અન્ય પર્યટન સ્થળો જેમ કે ઋષિકેશ, હરિદ્વાર અને ઔલી સુધી પહોંચવાનું સરળ બનશે. આનાથી સ્થાનિક વેપાર, હોટેલ ઉદ્યોગ અને પરિવહન સેવાઓને પ્રોત્સાહન મળશે અને ઉત્તરાખંડના દૂરના વિસ્તારોમાં નવા વ્યાપાર કેન્દ્રોના વિકાસને પ્રોત્સાહન મળશે. દેવપ્રયાગ, શ્રીનગર, રુદ્રપ્રયાગ અને ગૌચર જેવા શહેરોમાં આર્થિક પ્રવૃત્તિઓ વધશે, જેનાથી સ્થાનિક લોકો માટે રોજગારની તકો ઊભી થશે.

 

Halal Township: મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ, જાણો કેમ NHRC અને NCPCR એ માંગ્યો રિપોર્ટ
Onion Price: મુંબઈમાં માત્ર આટલા રૂપિયા પ્રતિ કિલો એ મળશે ડુંગળી! જાણો શું છે કેન્દ્ર સરકારની નવી યોજના
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Mathura Flood: મથુરા નો ઐતિહાસિક ઘાટ જ્યાં કૃષ્ણ ભગવાન એ કર્યો હતો વિશ્રામ તે પણ યમુનાના પૂરના પાણીમાં થયો ગરકાવ, જાણો શું છે ત્યાંની સ્થિતિ
Exit mobile version