ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ.
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા એ મહિલાઓ સાથે એક સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. તેમાં તેમણે દીકરીઓને ભણાવવા અને દીકરાઓને ઘરકામ શીખવાડવાની વાત પર ભાર મૂક્યો હતો.
જામનગરના લાખાણી ગામમાં સરકારી યોજનાઓની જાણકારી આપતા એક સમારંભમાં જણાવ્યું કે, 'મારા પતિ રવિન્દ્ર સિંહ જાડેજા ઘરનું ૫૦ ટકા કામ કરે છે, હું રોટલી કરું તો તે ચા મૂકે છે. ઘરનું કામ કરવાથી જાડેજા અથવા ઝાલા સરનેમને કોઈ ચોકડી નથી મારવાનું. તેમના મતે સાવરણી ઉપાડવાથી દરબારીપણુ જતું નહીં રહે.વધુમાં તેઓ જણાવે છે કે, આપણે આપણી માનસિકતા બદલવાની જરૂર છે. અને ઘરકામમાં દીકરાઓની પણ મદદ લેવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે,રિવાબા રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ મહિલા વિંગના પ્રમુખ છે પરંતુ તેમના આ નિવેદનથી કરણી સેના તેમનાથી નારાજ છે.કરણી સેના નું માનવું છે કે રિવાબા એ સસ્તી લોકપ્રિયતા મેળવવા આ પ્રકારનું નિવેદન કર્યું છે.