309
Join Our WhatsApp Community
કેન્દ્ર સરકારે છેલ્લા બે વર્ષથી 2,000 રૂપિયાની ચલણી નોટ જ છાપી નથી અને આ સમયગાળા દરમિયાન બે હજારની ઊંચા મૂલ્યની નોટનું ચલણ ઘટયુ છે. તેવી માહિતી સંસદ ને આપી.
નાણાપ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે 30 માર્ચ 2018ના અંતે બે હજારની 336.2 કરોડ નોટ ચલણમાં હતી, વોલ્યુમ અને ટ્રેડના સંદર્ભમાં તેનો હિસ્સો 3.27 ટકા અને 37.26 ટકા થતો હતો. જ્યારે 26 ફેબુ્રઆરી 2021ના અંતે 2000ની ચલણી નોટના 249.9 કરોડ નંગ જ અમલમાં છે, તે વોલ્યુમ અને વેલ્યુમના સંદર્ભમાં કુલ ચલણના 2.01 ટકા અને 17.78 ટકા થાય છે.
આ પગલાને કાળા નાણાને અંકુશમાં રાખવા અને ઊંચા ચલણી નોટોના સંગ્રહને અંકુશમાં રાખવાના પગલાં તરીકે જોવામાં આવી રહ્યું છે.
જોકે સરકારે સદન માં ૨૦૦૦ ની નોટ બંધ નહીં કરવામાં આવે તેમજ બંધ કરાશે આ બન્ને સંદર્ભે કોઈ બયાન આપ્યું નથી.
You Might Be Interested In