News Continuous Bureau | Mumbai
જમ્મુ અને કાશ્મીરના(Jammu and Kashmir) પૂર્વ મુખ્યમંત્રી(Former Chief Minister) મુફ્તી મોહમ્મદ સઈદની(Mufti Mohammad Saeed) પુત્રી રૂબિયા સઈદે(Rubia Saeed) જેકેએલએફના(JKLF)વડા યાસીન મલિકને(Yasin Malik) અપહરણકર્તા(kidnapper) તરીકે ઓળખાવ્યો છે.
રૂબિયા સઈદ 1989ના અપહરણ કેસની(Kidnapping case) સુનાવણીમાં(hearing) પહેલીવાર કોર્ટમાં હાજર થઈ હતી.
રૂબિયાએ કોર્ટમાં જણાવ્યું કે 1989માં યાસીન મલિક અને ત્રણ લોકો સાથે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રૂબિયાના અપહરણથી સમગ્ર દેશમાં હડકંપ મચી ગયો હતો જેને છોડાવવા માટે તે સમય દરમિયાન 5 આતંકવાદીઓને બદલામાં છોડવા પડ્યા હતા.
1990માં આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈ(CBI) રૂબિયાને સાક્ષી બનાવી હતી. યાસીન મલિક હાલમાં આતંકવાદીઓને ફંડિંગ(Funding Terrorists) કરવાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : જો બાળકો સવારે 7 વાગે શાળામાં જતા હોય તો હું કોર્ટમાં સવારે 9 વાગે ન જઈ શકું- સુપ્રીમ કોર્ટના જજે વહેલી સુનાવણી શરૂ કરી- આપ્યો દાખલો- જાણો વિગત