New Income Tax Rules 2026:૧ એપ્રિલથી આ મોટો ફેરફાર! LPG સિલિન્ડર, ATM અને PAN કાર્ડના બદલાયા નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર?

New Income Tax Rules 2026:નવો ઇન્કમ ટેક્સ એક્ટ અમલમાં આવશે અને રેલવે ટિકિટ કેન્સલેશન મોંઘું પડશે; મધ્ય પૂર્વના યુદ્ધના કારણે ગેસના ભાવમાં પણ ફેરફારની શક્યતા.

by Janvi Soni
Rule Changes From 1st April 2026: Big Impact on LPG Prices, New Income Tax Act, ATM Rules, and Railway Refunds

News Continuous Bureau | Mumbai
New Income Tax Rules 2026માર્ચ મહિનો પૂરો થવાને હવે ગણતરીના દિવસો બાકી છે અને 1 એપ્રિલ 2026 થી દેશમાં અનેક નાણાકીય ફેરફારો થવા જઈ રહ્યા છે. આ ફેરફારોની સીધી અસર દરેક સામાન્ય માણસના બજેટ પર પડશે. નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ ઇન્કમ ટેક્સ, બેન્કિંગ અને પરિવહન સાથે જોડાયેલા નિયમોમાં ધરખમ ફેરફાર જોવા મળશે. પહેલો મોટો ફેરફાર એલપીજી સિલિન્ડર અને ઇંધણના ભાવમાં જોવા મળી શકે છે. દર મહિનાની પહેલી તારીખે ઓઇલ કંપનીઓ નવા દર જાહેર કરે છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને ઓઇલ કટોકટી ના કારણે એલપીજી, સીએનજી અને પીએનજી ના ભાવ વધી શકે છે. આ ઉપરાંત વિમાનના ઇંધણ એટલે કે એટીએફ (ATF) ના દરમાં પણ ફેરફાર થવાની પૂરેપૂરી શક્યતા છે.

નવો ઇન્કમ ટેક્સ એક્ટ અને ફોર્મ-16 માં ફેરફાર

1 એપ્રિલથી દેશમાં વર્ષ 1961 ના જૂના કાયદાને સ્થાને નવો ‘આયકર અધિનિયમ 2025’ લાગુ થશે. આ નવા કાયદા હેઠળ ટેક્સ ભરવાની પ્રક્રિયા વધુ આધુનિક અને સરળ બનાવવામાં આવી છે. હવે નોકરિયાત વર્ગને ITR ભરવા માટે ‘ફોર્મ 16’ નહીં મળે, પરંતુ તેના સ્થાને નવું ફોર્મ આપવામાં આવશે. તેમજ બિન-પગારદાર આવક માટે વપરાતા ‘ફોર્મ 16A’ નું નામ બદલીને હવે ‘ફોર્મ 131’ કરી દેવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra Petrol Diesel Crisis:મહારાષ્ટ્રમાં ‘ફ્યુઅલ કટોકટી’ની અફવા! પેટ્રોલ પંપો પર લાઈનો લાગતા જાલના પ્રશાસન એક્શનમાં.

 બેંકિંગ નિયમો: HDFC, PNB અને બંધન બેંકના ગ્રાહકો માટે મહત્વના સમાચાર

જો તમે HDFC, PNB અથવા બંધન બેંકના ગ્રાહક છો, તો એટીએમ (ATM) ના નિયમો ખાસ જાણી લેજો. HDFC બેંક હવે ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શનમાં UPI વિડ્રોઅલને પણ ગણતરીમાં લેશે, જેના કારણે ફ્રી લિમિટ જલ્દી પૂરી થઈ શકે છે અને ત્યારબાદ દરેક ટ્રાન્ઝેક્શન પર ₹23 ચાર્જ લાગશે. PNB એ ડેબિટ કાર્ડની કેટેગરી મુજબ દૈનિક ઉપાડની મર્યાદા ઘટાડી છે. જ્યારે બંધન બેંકે જાહેરાત કરી છે કે જો ખાતામાં બેલેન્સ ઓછું હોવાને કારણે એટીએમ ટ્રાન્ઝેક્શન ફેલ થશે, તો ગ્રાહકે ₹25 પેનલ્ટી ચૂકવવી પડશે.

PAN કાર્ડ અને રેલવે ટિકિટ કેન્સલેશનના નિયમો સખત

પાન કાર્ડ મેળવવા કે અપડેટ કરવા માટે હવે માત્ર આધાર કાર્ડ પૂરતું નહીં રહે, અરજદારોએ વધારાના દસ્તાવેજો સબમિટ કરવા પડશે. બીજી તરફ, રેલવે મુસાફરો માટે ટિકિટ કેન્સલ કરાવવી હવે મોંઘી પડશે. નવા નિયમ મુજબ, ટ્રેન છૂટવાના 8 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરાવવા પર કોઈ રિફંડ મળશે નહીં, જે મર્યાદા પહેલા 4 કલાકની હતી. 8 થી 24 કલાક પહેલા કેન્સલેશન પર માત્ર 50% રિફંડ મળશે, જે મુસાફરો માટે આર્થિક ફટકો સાબિત થશે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More