ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
13 જુલાઈ 2020
વિશ્વભરની પ્રયોગશાળાઓમાં કોરોના વાયરસ સામેની રસી પર કામ થઈ રહ્યું છે. એવામાં રશિયાની એક યુનિવર્સિટી એ દાવો કર્યો છે કે તેણે કોરોનાની રસી વિકસાવી લીધી છે. આ રસીના તમામ પરીક્ષણો સફળ રહ્યા છે. જો આ દાવો સાચો હશે, તો તે કોરોના સામેની પ્રથમ રસી હશે. નોંધનીય છે કે ચીનથી લઈને આખા વિશ્વમાં ફેલાયેલો આ જીવલેણ વાયરસ આજ સુધીમાં લાખો લોકોનો જીવ લઈ ચુક્યો છે.
ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સલેશન મેડિસિન એન્ડ બાયોટેકનોલોજીના અધિકારીએ જણાવ્યું હતું કે સેકેનોવ યુનિવર્સિટી દ્વારા રસીકરણની પ્રક્રિયા 18 જૂનથી કરવામાં આવી રહી છે. આ રસીના તમામ પરીક્ષણો સફળ રહ્યા છે. વઘુમાં કહ્યું કે "ટૂંક સમયમાં આ રસી બજારમાં ઉપલબ્ધ કરાશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, જે સ્વયંસેવકો પર રસી નો પ્રયોગ કરવામાં આવ્યો હતો તેમને 20 જૂને રજા આપી દેવાઈ હતી અને તે તમામ સ્વસ્થ છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com