ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
નવી દિલ્હી
31 જુલાઈ 2020
મોસ્કોની ગમાલેઆ સંસ્થા અને રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ દ્વારા વિકસિત દવાને નિયમનકારો દ્વારા નોંધણીના ત્રણથી સાત દિવસની અંદર નાગરિક ઉપયોગ માટે મંજૂરી મળી શકે છે. એવા અહેવાલ મીડિયામાં આવ્યાં છે. એક રશિયન વાઈરોલોજી સંસ્થાએ દેશની બીજી સંભવિત કોવિડ -19 રસીના માનવ પરીક્ષણો પણ શરૂ કર્યા છે. જેમાં 27 જુલાઇએ પાંચ સ્વયંસેવકોમાંથી પ્રથમ ઇન્જેક્શન આપ્યું હતું,
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે, "રશિયન સંરક્ષણ મંત્રાલય, સંશોધનનો સમયગાળો ઘટાડવાનો કોઈ પ્રયાસ કર્યા વિના, આગળના જોખમોને રોકવા માટે, કાયદા અને વૈજ્ઞાનિક પદ્ધતિસરના નિયમોનું સંપૂર્ણ પાલન કરીને સ્વયંસેવકો પર રસીનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે."
રશિયાએ ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડના વડા કિરિલને ટાંકીને જણાવ્યું છે કે રશિયા તેના પ્રથમ કોવિડ -19 રસી માટે 2020 માં ઘરેલુ 30 મિલિયન ડોઝ અને વિદેશ માટે 170 મિલિયન ડોઝ બનાવી શકશે..
કહેવાય છે કે રશીયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીને, કોરોનાની રસી શોધવાના કામને પ્રથમ અગ્રતા આપી છે. અત્યાર સુધીમાં રશિયામાં 8,00,000 થી વધુ કોવિડ -19 કેસ નોંધાયા છે, આજે તે વિશ્વનો ચોથો સૌથી પ્રભાવિત દેશ છે.
નોંધપાત્ર વાત એ છે કે કોરોના નામના રોગચાળા ને નાથવા માટે વિશ્વભરમાં 100 થી વધુ શક્ય રસી વિકસિત કરવામાં આવી છે. ડબ્લ્યુએચઓ ના આંકડા મુજબ ઓછામાં ઓછા ચાર દેશોની રસી અંતિમ તબક્કાના માનવ પરીક્ષણમાં છે – જેમાં ત્રણ ચીન અને બીજા બ્રિટનમાં વિકસિત છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
