News Continuous Bureau | Mumbai
Sabarmati Haridwar special train પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં સાબરમતી-હરિદ્વાર દ્વિ-અઠવાડિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર સ્ટેશન પર રિ-ડેવલપમેન્ટ કામ માટે મેગા બ્લૉકને લીધે ટ્રેન નંબર 09426 હરિદ્વાર-સાબરમતી પરિવર્તિત માર્ગથી ચાલશે. વિગતો નીચે મુજબ છે:
ટ્રેન નંબર 09425 સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલને 29 નવેમ્બર 2025 સુધી વિસ્તારિત કરવામાં આવી છે. આ જ રીતે ટ્રેન નંબર 09426 હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલને 30 નવેમ્બર 2025 સુધી વિસ્તારિત કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર .૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
ટ્રેન નંબર 09426 હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલ 30 નવેમ્બર 2025 સુધી નિર્ધારિત માર્ગ રેવાડી-અલવર-જયપુર-ફુલેરાને બદલે પરિવર્તિત માર્ગ વાયા રેવાડી-નારનૌલ-રીંગસ-ફુલેરાના રસ્તે ચાલશે. પરિવર્તિત માર્ગ દરમિયાન આ ટ્રેન અટેલી, નારનૌલ, નીમ કા થાના, રીંગસ અને ફુલેરા સ્ટેશનો પર વધારાનું રોકાણ કરશે.
ટ્રેનોના સંચાલન સમય, રોકાણ અને સંરચનાથી સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.